કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની નારાજ ઠાકોર સમાજના લોકોએ ગાંધીનગરમાં રેલી યોજી છે. રમેશજી ઠાકોરની આગેવાનીમાં સત્યાગ્રહ છાવણીથી શરૂ થયેલી ઠાકોર સમાજની રેલી ચિલોડા સુધી જશે. અહીં સભા સંબોધવામાં આવશે. ઠાકોર સેનાથી અલગ થઈ ઠાકોર સમાજના યુવાનોએ રોયલ ક્ષત્રિય સેનાની રચના કરી છે. જેને કારણે ઠાકોર સમાજના યુવાનોમાં રોષ છે. રમેશજી ઠાકોરે આક્ષેપ કરતા કહ્યું કે અલ્પેશે કોંગ્રેસ સાથે સેટિંગ કર્યું તેનાથી સમાજ અજાણ છે. તેમણે ચૂંટણી લડવાના આશયથી આ રેલી નથી કરી. પણ સમાજના પ્રશ્નો ઉકેલાય તે માટે રેલી યોજી છે.