GSTV
Home » News » EWSને લીધે બેઠકો વધતા પ્રથમ વર્ષમાં અપાતા ટેબલેટ વધુ મંગાવી સંખ્યા 3.25 લાખ કરાઈ

EWSને લીધે બેઠકો વધતા પ્રથમ વર્ષમાં અપાતા ટેબલેટ વધુ મંગાવી સંખ્યા 3.25 લાખ કરાઈ

ઉચ્ચ શિક્ષણમાં આ વર્ષે ૧૦ ટકા આર્થિક અનામતને લઈને ઈકોનોમિક વીકર સેકશન કેટેગરીની ૧૦થી ૨૫ ટકા બેઠકો વધી છે જેને લઈને આ વર્ષે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અપાતા ટેબ્લેટ પણ વધુ મંગાવવામા આવનાર છે અને ગત વર્ષ કરતા ૭૦થી૮૦ હજાર વધુ ટેબલેટ મંગાવાશે અને અંદાજે ૩.૨૫ લાખ ટેબલેટ આપવાનો ટાર્ગેટ રખાયો છે.મહત્વનું છે કે ઈડબલ્યુએસમાં બેઠકો વધી છે પરંતુ વિદ્યાર્થીઓ વધ્યા નથી ઉલટાનું ઘટયા છે ત્યારે ટેબ્લેટની સંખ્યા વધારવાનો શું મતલબ છે.

ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૭થી રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં વિવિધ કોર્સમાં પ્રવેશ લેનારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબલેટ આપવાની યોજના શરૂ કરાઈ છે.જેમાં ૨૦૧૭ બાદ ગત વર્ષે ૨૦૧૮માં પણ ટેબલેટ આપવામા આવ્યા હતા.ત્યારબાદ સતત ત્રીજા વર્ષે ૨૦૧૯માં પણ સરકાર દ્વારા ટેબલેટ વિતરણ થનાર છે.

હાલ ઉચ્ચ શિક્ષણમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીથી માંડી મેડિકલમાં તેમજ બીએ,બીકોમ-બીએસસી સહિતના મોટા ભાગના તમામ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ચાલુ વર્ષે પ્રવેશ લેનારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ માટે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.ગત ૧લી સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત અપાયા બાદ હાલ કોલેજોમાં રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે અને જે લગભગ ૩૧ સપ્ટેમ્બર સુધી ચાલશે.

વિદ્યાર્થીઓએ કોેલેજમાં ૧ હજાર રૂપિયા ભરી રજિસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ કોલેજોએ તમામ વિદ્યાર્થીઓની ફી યુનિ.માં જમા કરાવવાની છે અને યુનિ.એ કેસીજીમાં ફી જમા કરાવ્યા બાદ કેસેજી દ્વારા યુનિ.ઓને વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે ટેબલેટ આપી દેવાશે.  ટેબલેટ વિતરણની કામગીરી કરનારી સરકારી કચેરી એવી કેસીજીના અધિકારીનું કહેવુ છે કે આ વર્ષે ઈડબલ્યુએસના લીધે બેઠકો વધી છે જેથી ગત વર્ષ કરતા વિદ્યાર્થીઓ વધ્યા છે.એક એક કોલેજમાં ૧૫૦ને બદલે ૧૮૬ વિદ્યાર્થીના પ્રવેશ થયા છે.

જેથી આ વર્ષે ગત વર્ષ કરતા ૭૦થી૮૦ હજાર વધુ ટેબલેટ મંગાવાશે.પ્રવેશ લેનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૫૦ ટકા જ રજિસ્ટ્રેશન કરાવી ટેબલેટ લેતા હોય છે.ત્યારે ગત વર્ષે અઢી લાખ જેટલા ટેબલેટ વિતરણ થયા હતા.આ વર્ષે ૩.૨૫ લાખની આસપાસ ટેબલેટ મંગાવાયા છે.જો રજિસ્ટ્રેશન વધશે તો વધુ ટેબલેટ મંગાવાશે.ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ટેબલેટ આવી ગયા બાદ વિતરણ શરૂ કરી દેવાશે.મહત્વનું છે કે ઈડબલ્યુએસના લીધે બેઠકો વધી છે અને કોમર્સમાં થોડા વિદ્યાર્થી વધ્યા છે પરંતુ બીજી બાજુ ટેકનિકલ કોર્સમાં તો વિધ્યાર્થી ખૂબ જ ઘટયા છે અને બેઠકો વધવાથી વિદ્યાર્થીઓ વધ્યા નથી.ખાલી વિદ્યાર્થીઓ સંસ્થા દીઠ વધ્યા છે કુલ વધ્યા નથી.જેથી ટેબલેટ સંખ્યા વધારવાનો કોઈ મતલબ રહેશે નહી.

READ ALSO

Related posts

હોલીવુડ સ્ટાર બ્રાડ પીટને આવી ચંદ્રયાન-2ની યાદ, એસ્ટ્રોનોટને પૂછ્યું શું તમે વિક્રમ લેન્ડરને જોયું?

pratik shah

આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

Bansari

આ ભાઈના માપનું હેલ્મેટ જ નથી, પોલીસ પણ મૂંઝવણમાં ચલણ કાપવું કે નહીં…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!