GSTV
Home » News » ફાયર સ્ટેશનમાં દીકરીના લગ્નનો મંડપ બાંધ્યો, કર્મચારીને સસ્પેંડ કરી નાખ્યાં

ફાયર સ્ટેશનમાં દીકરીના લગ્નનો મંડપ બાંધ્યો, કર્મચારીને સસ્પેંડ કરી નાખ્યાં

સસ્પેન્ડ કરવામા આવેલા અમદાવાદ મહાનગરપાલિકાના ફાયરખાતાના કર્મચારીને નોકરી પર પરત લેવા માટે ફાયરના કર્મચારીઓએ સ્ટેન્ડીંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. આ દરમિયાન કર્મચારી અને પદાધિકારી વચ્ચે બોલાચાલી થઇ હતી. રજુઆત બાદ સસ્પેનશન રદ નહીં કરાતા ફાયરના જવાનોએ આ અંગે આક્રમક વલણ દાખવાનુ નક્કી કર્યુ છે.

ફાયરના કર્મચારીઓનો આક્ષેપ છે કે ફાયર જવાનોએ થોડા દિવસ પહેલા ફાયરની પરિક્ષાનો વિરોધ કર્યો હતો. ચીફ ફાયર ઑફિસર તેમના પુત્રની ભરતી કરવા માંગતા હતા પણ તેમ ન થતા બદલો લેવા સસ્પેન્ડ કર્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. બીજી તરફ તંત્રનું કહેવું છે કે ફાયરના ક્વાટર્સમા કોઇપણ પ્રસંગમા મંડપ બાંધવો કે અન્ય કામગીરી કરતા પહેલા તંત્રની મંજૂરી લેવી જરૂરી છે મનહરદાન ગઢવીએ મંજૂરી વિના મણિનગર ફાયર સ્ટેશન ખાતે દીકરીના લગ્નમાં મંડપ બાંધતા કર્મચારીને સસ્પેંડ કર્યા છે.

READ ALSO

Related posts

પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીને કરાયો ઠાર

Ankita Trada

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

અફઝલ ગુરૂની ફાંસી પર વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી પર FIR

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!