GSTV
Home » News » કોંગ્રેસમાં એક વ્યક્તિ-એક પદ લાગુ થવાની શક્યતા, ઘણાના વિઝિટિંગ કાર્ડ નાના થઈ જશે

કોંગ્રેસમાં એક વ્યક્તિ-એક પદ લાગુ થવાની શક્યતા, ઘણાના વિઝિટિંગ કાર્ડ નાના થઈ જશે

કોંગ્રેસ સંગઠનમાં એક વ્યક્તિ-એક પદના સિદ્ધાંતને લાગુ કરવામાં આવી શકે છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાના રણનીતિકારો સાથે આ મામલે ચર્ચા વિચારણા કરી રહ્યા છે.અને તેના પર વહેલીતકે નિર્ણય પણ લેવામાં આવી શકે છે. ભાજપની જેમ કોંગ્રેસ પણ હવે એક વ્યક્તિ-એક પદનો નિયમ લાગુ કરી શકે છે.. કોંગ્રેસ પાર્ટીમાં હાલમાં છ એવા મોટા નેતા છે કે જે બે કે તેનાથી વધુ પદ પર આરૂઢ હોય.. સૂત્રો મુજબ સોનિયા ગાંધી આ નેતાઓની સાથે મંત્રણા કર્યા બાદ કોઇ નિર્ણય કરી શકે છે.

જો કે સોનિયા ગાંધી પોતે કોંગ્રેસ અધ્યક્ષ અને સંસદમાં પાર્ટીના સંસદીય દળના નેતા છે.. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેઓ સંગઠનના પ્રમુખ છે અને સંસદીય દળના નેતા તરીકે તેઓ સંસદમાં પાર્ટીના પ્રમુખ છે.. તેવામાં તેમને એક વ્યક્તિ-એક પદના દાયરામાં લાવી શકાય નહીં. તેઓ પાર્ટીમાં પ્રમુખ તરીકે જ કામ કરી રહ્યા છે.

પાર્ટીના અન્ય મોટા નેતા કે જેઓ એક કરતા વધુ પદો ધરાવે છે

પાર્ટીના અન્ય મોટા નેતા કે જેઓ એક કરતા વધુ પદો ધરાવે છે . કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ સંભાળતા જ સોનિયા ગાંધીએ પોતાના તેવર બતાવી દીધા છે.કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં જ્યારે નેતાઓએ બેઠકની વાતો બહાર લીક થવાની વાત કરી તો સોનિયા ગાંધીએ બેઠકમાં મોબાઇલ લાવવા પર જ પ્રતિબંધ મુકી દીધો. સોનિયા ગાંધી સામે હાલમાં દિલ્હીમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક ઉપરાંત ઝારખંડ.. હરિયાણા.. મહારાષ્ટ્રમાં સંગઠનને મજબૂત કરવાની જવાબદારી છે. પાર્ટીના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દેતા સોનિયા ગાંધીને 10 ઓગષ્ટના રોજ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

કોની પાસે કેટલા પદ?

ગુલામ નબી આઝાદ

  • રાજ્યસભામાં વિપક્ષના નેતા
  • રાષ્ટ્રીય મહાસચિવ
  • હરિયાણાના પ્રભારી

સચિન પાયલટ

  • રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાન
  • રાજસ્થાન કાંગ્રેસના પ્રદેશ પ્રમુખ

નાના પટોલે

  • કિસાન મજદૂર કાંગ્રેસના અધ્યક્ષ
  • મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન

નીતિન રાઉત

  • કાંગ્રેસ અનુસૂચિત જાતિ સેલના અધ્યક્ષ
  • મહારાષ્ટ્રના કાર્યકારી પ્રદેશ પ્રમુખ

ઉમંગ સિંગાર

  • મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મિનિસ્ટર
  • એમપીમાં પ્રભારી સચિવ

કમલનાથ

  • મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન
  • એમપી કાંગ્રેસના પ્રદેશ પ્રમુખ

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!