GSTV
Home » News » સુરતમાં લૂટ વિથ ફાયરીંગની ઘટના પર મોકડ્રરીલ યોજાઈ, જો તમારે પણ લૂટથી બચવું હોય તો જરૂર જાણો

સુરતમાં લૂટ વિથ ફાયરીંગની ઘટના પર મોકડ્રરીલ યોજાઈ, જો તમારે પણ લૂટથી બચવું હોય તો જરૂર જાણો

સુરતના મજુરાગેટ વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની. જ્યાં ઘટનાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચ, પિસીબી , એસઓજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના મોટા કાફલાને જોઈ ત્યાથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું. જો કે આ લૂંટ વિથ ફાયરિંગની ઘટના નહીં પરંતુ સુરત પોલીસ દ્વારા યોજવામાં આવેલી એક મોકડ્રરીલ હતી.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા આજ રોજ મોકડ્રરિલ યોજવામાં આવી હતી. મોકડ્રરિલ પ્રમાણે સુરતના મજુરાગેટ વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. બે ફોર વ્હીલ અને બે ટુ વ્હીલર પર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ વિથ ફાયરિંગની ઘટનાને અંજામ આપી લૂંટારુઓ સુરત રેલવે સ્ટેશન તરફ નાસી છૂટયા હોવાનો ઉલ્લેખ મોકડ્રરિલમાં કરાયો હતો.

ઘટનાની જાણકારી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ, પિસીબી, એસઓજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. જો કે સુરત પોલીસની આ મોકડ્રરિલને લઈ પોસ વિસ્તાર ગણાતા મજુરાગેટ ખાતેથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું. લૂંટ વિથ ફાયરિંગની ઘટના સમયે ક્યાં તાત્કાલિક ધોરણે ક્યાં પ્રકારની કામગીરી કરવી તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

તાવના કારણે 100 બાળકોના મોત, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને મંગલ પાંડેય પર મુકદમો

Kaushik Bavishi

Video: રોહિત શર્માના છગ્ગાએ કર્યુ ઇતિહાસનું પુનરાવર્તન, સચિને 2003ના વર્લ્ડ કપમાં ફટકારી હતી આવી જ જબરદસ્ત સિક્સર

Bansari

અમેરિકામાં ખેલાયો ખૂની ખેલ, ભારતીય મૂળના ચાર સભ્યોની ગોળી મારીને હત્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!