GSTV
Home » News » સાંજે દાળવડા અને ટેબલ પર શીંગચણા ખાતા: ખાનપુરમાં નરેન્દ્ર મોદીએ જુની યાદો વાગોળી

સાંજે દાળવડા અને ટેબલ પર શીંગચણા ખાતા: ખાનપુરમાં નરેન્દ્ર મોદીએ જુની યાદો વાગોળી

2019 લોકસભાની ચૂંટણીમાં ઝળહળતી જીત મેળવ્યા બાદ મોદી પ્રથમ વખત ગુજરાત આવી પહોંચ્યા છે. ખાનપુરમાં તેઓ એક જનસભાને સંબોધિત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સભા સંબોધિત કર્યા બાદ મોદી પોતાની માતા હીરાબાને મળવા જશે અને જીત માટે આશિર્વાદ લેશે.

તેઓ કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. એક રીતે જોઇએ તો મોદી બીજી વખત વડાપ્રધાન બનતા પહેલા તેમની માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. મોદીએ ટ્વિટ કર્યું હતું કે , ‘માતાના આશીર્વાદ મેળવવા 26 મે સાંજે ગુજરાત આવીશ. ત્યારબાદ બીજા દિવસ સવારે હું કાશી જઇશ અને આ મહાન ભૂમિના લોકોએ મારા પર જે વિશ્વાસ દેખાડ્યો છે, તેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરીશ.’

આઝાદી બાદનાં અનેક રેકોર્ડ તૂટ્યા

આઝાદી બાદની કેટલીએ ચૂંટણીઓના અનેક રેકોર્ડ તૂટ્યા છે, 40-42 તાપમાન હોવા છતાં  લોકોએ લાંબી લાઇન લગાવી મતદાન કર્યુ હતું. અમારી જીત સાથે જવાબદારી પણ વધી છે. વિજય મળ્યા પછીની પહેલી જવાબદારી વિજયને પચાવવાની તાકાત હોવી જોઇએ. ઘણી વખત પત્રકારો મને પુછતા હતાં કે એનડીએને કેટલી સીટો મળશે. ત્યારે હું મગનું નામ મરી ન પાડતો. પરંતુ જ્યારે છઠ્ઠો તબક્કો પૂરો થયો ત્યારે મેં સાર્વજનિક કહ્યું હતું કે, આ વખતે એનડીએ 300ના આંકડાને પાર કરશે, ત્યારે લોકોએ ઘણી બધી મજાક ઉડાવી.

ટેબલ પર શીંગચણા અને સાંજે દાળવડા ખાતા

ગુજરાતની ધરતીએ ઘણું બધું શીખવ્યું છે. 2014માં ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે આંખો નમ હતી. મારી આંખી જીંદગી ખાનપુર કાર્યાલયમાં પસાર થઇ છે.જુના પત્રકારો સાથે ગોષ્ઠી કરતા હતાં. અહિંથી જ સંગઠનનાં સંસ્કાર મળ્યા છે. દરરોજ સાંજે અમે દાળવડા અને સાંજે શીંગચણા ખાતા હતાં.

READ ALSO

Related posts

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!