GSTV
Home » News » નસીરુદ્દીનના વિવાદમાં સાક્ષી મહારાજ કૂદયા, કહ્યું સમાજમાં ઝેર ઘોળી રહ્યા છે

નસીરુદ્દીનના વિવાદમાં સાક્ષી મહારાજ કૂદયા, કહ્યું સમાજમાં ઝેર ઘોળી રહ્યા છે

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે બોલિવૂડ અભિનેતા નસીરૂદ્દીન શાહ પર આકરા પ્રહાર કર્યા છે. સાક્ષી મહારાજે કહ્યું કે, નસીરૂદ્દીન શાહ સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરી રહ્યા છે. નસીરૂદ્દીન શાહે દેશની જનતા માફ નહી કરે. આ પ્રકારના નિવેદન આપનાર નસીરૂદ્દીને માફી માગવી જોઈએ. સાક્ષી મહારાજે નસીરૂદ્દીનનું નિવેદન રાજનીતિથી પ્રેરિત હોવાનું જણાવ્યું છે. સાક્ષી મહારાજે વધુમાં જણાવ્યુ કે, જ્યારે દેશ સળગી રહ્યો હતો ત્યારે નસીરૂદ્દીન ક્યા હતા. આજે દેશની સ્થિતિ સામાન્ય છે ત્યારે તેમને ડર લાગી રહ્યો છે.

નસીરૂદ્દીનને દેશમાં ડર લાગતો હોય તો તેમણે સુરક્ષીત જગ્યાએ આશરો લેવો જોઈએ. નસીરૂદ્દીન શાહ 2019ની ચૂંટણી પહેલા જાણીજોઈને આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, નસીરૂદ્દીન શાહે મોબ લિંચિંગ અને પોતાના સંતોનની સુરક્ષાને લઈને ડર પર નિવેદન આપ્યું હતું કે ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓઝી વધારે ગાયની હત્યાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. દેશમાં ઝેર ફેલાયું છે, લોકોને કાયદો હાથમા લેવાની છૂટ મળી ગઈ છે. જે બાદ દેશમાં રાજકારણ ગરમાયું છે.

Related posts

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!