એક તરફ મહિલાઓ અડધી રાત્રે પણ એકલી હરી ફરી શકે તેવા પોલીસના સુરક્ષાના દાવા કરવામાં આવી રહ્યા છ, તો બીજીતરફ અમદાવાદમાં મહિલાઓની છેડતીના બનાવો એટલી હદે વધી રહ્યા છે કે એકલ દોકલ આવતી જતી મહિલાઓ ડરી રહી છે. રિલીફરોડ, પથ્થરકુવા પાસે ભાઇની નજર સામે સગીર બહેનને ચાર શખ્સોએ ભરબપોરે શારિરીક અડપલા કરીને ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો, એટલું જ નહી ભાઇ અને બહેનએ પ્રતિકાર કરતાં બન્નેને મારમારીને ધમકી આપીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અગે કારંજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે, કાલુપુર રેલવે સ્ટેશન પાછળ રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના શ્રમજીવી યુવકે કારંજ પોલીસ સ્ટેશનમંા અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, કે તા. ૩૧ના રોજ બપોરે યુવક તેની ૧૭ વર્ષની બહેન સાથે રિલીફરોડ પથ્થરકુવા પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે ભુખ લાગતાં બહેનને પથ્થરકુવા જાણીતા કપડાના શો રૃમ સામે આવેલી ગલી પાસે ઉભી રાખી હતી અને ભાઇ નાસ્તો લેવા માટે લગીમાં ગયો હતો. નાસ્તો લઇને પંદર મિનીટમાં જ પરત આવ્યો ત્યારે ચાર શખ્સો યુવકની બહેન સાથે શારીરિક અડપલાં કરતા હતા. જેમાં બે શખ્સો સગીરાના કપડાં પકડી ખેંચતા હતા.
યુવક બહેનને બચાવવા જતાં બે શખ્સો તેની સામે દોડી આવ્યા હતા અને ગાળો બોલીને તુ અહિથી જતો રહે અમને અમારુ કામ કરવા દે તેમ કહીન યુવકના મોંઢા ઉપર તેમજ નાકના ભાગે ફેંટો મારવા લાગ્યા હતા. જ્યારે સગીરાની છેડતી કરીને ઇજ્જત લેવાની કોશિષ કરી રહેલા બે શખ્સોએ માર ંમારતા મોંઢાના ભાગે લોહી નીકળા તેણીએ બચાવો બચાવોની બુમો પડતાં ચારેય શખ્સો નાસી ગયા હતા અને જતા જતા ધમકી આપી હતી કે જો કોઇને વાત કરશો તો તમને બન્નેને જાનથી મારી નાખીશું,
ત્યારબાદ ઇજાગ્રસ્ત ભાઇ-બહેનએ રિક્ષામાં બેસીને વાડીલાલ હોસ્પિટલમાં જઇને સારવાર લીધા બાદ પોલીસે પૂછપરછ કરતાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘડના અગે કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એફ.એમ.નાયબે જણાવ્યું કે ઘટના સ્થળની આસપાસમાં આવેલી દુકાનો સહિતના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓની શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
READ ALSO
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછળા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન