અમદાવાદમાં CWCની બેઠકમાં કોંગ્રેસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી રહેશે હાજર

લોકસભાની ચૂંટણી પહેલા કોગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં બેઠકોનો દોર યોજાયો. ચૂંટણી સમિતિ, મેનીફેસ્ટો અને પબ્લીસીટી ટીમની બેઠક યોજાઈ. સાતવે કહ્યું કે વલસાડમાં જે રીતે કોંગ્રેસને સમર્થન મળ્યું એજ અમારી જીત છે. કોંગ્રેસનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું. કોંગ્રેસ 26 બેઠકો પર પૂરી તાકાત સાથે લડીશું. આ ઉપરાંત 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter