મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં રેકોર્ડ તેજી આગળ વધતાં શેરઆંક પ્રથમ વખત ૬૩ હજારની સપાટીને આંબી જતાં તેના પગલે કરન્સી બજારમાં પણ રૂપિયો ઉછળ્યો હતો એવુંબજારના સૂત્રોએ જણાવ્યું હતું. ડોલરના ભાવ રૂ.૮૧.૭૨ વાળા આજે રૂ.૮૧.૪૨ રહ્યા હતા. રૂપિયો ૩૦ પૈસા ઉછળ્યો હતો.

જોકે ભારતની ફિસ્કલ ડેફીસીટ રાજકોષીય ખાધ એપ્રિલથી ઓકટોબરના ગાળામાં ૫.૪૭ લાખ કરોડથી વધી ૭.૫૮ લાખ કરો-ડ થઈ ગયાના નિર્દેશોએ કરન્સી બજારના ખેલાડીઓમાં અજંપો પણ જોવા મળ્યો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષના નિવેદન પર તથા ત્યાં બહાર પડનારા જોબગ્રોથના આંકડાઓ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૧૦૬.૯૦ થઈ ૧૦૬.૫૦ રહ્યાના સમાચાર હતા. ચીનમાં કોવિડ અંકુશો દૂર થઈ રહ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં ડોલર સામે ચીનની કરન્સી વધી આવ્યાના વાવડ હતા. મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે યુરોપની કરન્સી યુરોના ભાવ ૪૨ પૈસા ઘટી રૂ.૮૪.૨૫ રહ્યા હતા.
યુરોપમાં જર્મની તથા સ્પેનમાં ફુગાવોની વૃદ્ધીની ગતી ધીમી પડયાના નિર્દેશો વચ્ચે વિશ્વ બજારમાં પણ ડોલર સામે યુરોના દબાણ હેઠળ જોવા મશ્યા હા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે બ્રિટીશ પાુન્ડના ભાવ ૪૮ પૈસા ઘટી રૂ.૯૭.૫૬થી ૯૭.૫૭ બોલાઈ રહ્યા હતા.
અમેરિકામાં ડિસેમ્બરમાં થનારી વ્યાજ વૃદ્ધી પર નજર રહી ત્યાં ફેડરલ રિઝર્વની ડિસેમ્બરમાં મળનારી મિટિંગમાં વ્યાજ દરમાં ૫૦ ટકાની વૃદ્ધી થાય છે કે પછી વ્યાજ દર ૭૫ ટકા વધે છે તેના પર થયેલા સર્વેમાં જણાવાયા મુજબ ૬૩થી ૬૪ ટકા તજજ્ઞાોને એવી શક્યતા બતાવી છે કે ત્યાં વ્યાજના દરમાં ૫૦ ટકા વધારો થશે જ્યારે ૩૬થી ૩૭ ટકા તજજ્ઞાોએ વ્યાજમાં ૭૫ ટકાની વૃદ્ધી થવાની શક્યતા બતાવી હોવાના સમાચાર આજે મળ્યા હતા.
READ ALSO
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ