અમદાવાદમાં રાજપથ ક્લબ ફરી વિવાદમાં, દોઢ કરોડના ઇનામો સાથેની વિન્ટર હાઉસી રદ

અમદાવાદમાં રાજપથ ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાજપથ ક્લબમાં 23 ફેબ્રુઆરીએ દોઢ કરોડના ઈનામો સાથે સૌથી મોટી વિન્ટર હાઉસીનું આયોજન કરાયું હતું જે રદ કરવામાં આવ્યું છે. 12 કાર સહિત ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટુરના વાઉચર સહિતના મોટા ઈનામો રાખવામાં આવ્યા હતા. અપૂરતી વ્યવસ્થાને કારણે ક્લબની આ સૌથી મોટી વિન્ટર બમ્પર હાઉસી રદ થઈ છે. હાઉસી રદ થવા પાછળ 38 સભ્યોના કૌભાંડનું કારણ જવાબદાર હોવાની ચર્ચા છે. અને તેઓ હાઉસી રમવા ગેરકાયદે ઠર્યા હતા. ત્યારે વિવાદ રોકવા હાઉસી કેન્સલ થઈ હોવાની ક્લબ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter