સંપર્ક ફોર સમર્થન અભિયાનમાં પુરૂષોત્તમ રૂપાલાએ શકરસિંહ વાઘેલાનું સમર્થન માંગ્યું

સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ પૂર્વ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી છે. પુરુષોત્તમ રૂપાલા વસંત વગડા ગયા હતા જ્યાં તેમણે શકરસિંહ વાઘેલા સાથે વાતચીત કરી તેમનું સમર્થન માંગ્યું હતુ. આ પ્રસંગે રૂપાલાએ શંકરસિંહને મોદી સરકારની 4 વર્ષની કામગીરીની ઉપલબ્ધિઓનું પુસ્તક આપ્યું હતુ.

તો વાઘેલાએ આ પુસ્તકા લઈને સરકારે વાસ્તવિકતામાં કામ કર્યા છે કે નહીં તેની જાણકારી મેળવશે તેમ કહ્યું હતુ. વાઘેલાએ કહ્યું કે જો સરકારે કામ કર્યા હશે તો અભિનંદન આપવામાં આવશે અને કામ નહીં કર્યા હોય તો સરકારનું ધ્યાન દોરવામાં આવશે. મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપમાં આવવા મુદે રૂપાલાએ ગોળગોળ જવાબ આપ્યો હતો અને કહ્યું હતુ કે ભાજપમાં જોડાવવા માટે તમામ લોકો માટે પક્ષના દરવાજા ખુલ્લા છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter