GSTV
Gir Somnath Trending ગુજરાત

ગુજરાતના આ શહેરમાં ઉડી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના લીરેલીરા, જ્યાં જૂઓ ત્યાં ગંદકીના ઢગલા

ગીર સોમનાથ જીલ્લાનું વડુ મથક વેરાવળ ગંદકીમાં પણ જીલ્લાનુ વડુ મથક બન્યુ છે. સમગ્ર વેરાવળ શહેરમા ઠેરઠેર ગંદકી અને ઉભરાતી ગટરો જોવા મળી રહી છે. અનેક વખત લોકોએ તંત્રને રજૂઆત કરી હોવા છતા કોઇ પણ નિરાકરણ નથી આવ્યુ. વેરાવળમાં સ્વચ્છતા જાળવી રાખવાના બેનરો અને દિવાલો પર પેઇન્ટીંગ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પરંતુ ખુદ નગરપાલિકા આ વાતનું પાલન કરે છે ખરું? કેમકે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને દર વર્ષે સફાઇ માટે એક કરોડ જેવુ ફંડ વપરાય છે.

જેમા લોકો પાસેથી હાઉસટેક્ષ, સફાઇવેરો, લાઇટવેરો સહીતના કરવેરા લેવામા આવી રહ્યા છે. પરંતુ ચોમાસા દરમિયાન એક પણ વખત વેરાવળ શહેરમાં દવાનો છંટકાવ થયો નથી. વાત કરવામાં આવે તો વેરાવળમા ઘણા બધા સામાજીક અગ્રણીઓ છે જેને લોકો અનેક વખત ફંડ પણ આપી રહ્યા છે. તેઓ પોતાને લોકોના સામાજીક નેતાઓ માની રહયા છે. પરંતુ આમાના એક પણ નેતાઓ લોકોની સુખાકારી માટે ક્યારેય આગળ આવી અને આંદોલન કયાઁ નથી કે તંત્ર ને રજુઆત કરી નથી. માત્રને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યાની વાત લોકોમા ચચાઁઇ રહેલ છે.

READ ALSO

Related posts

અમેરિકન રેટિંગ એજન્સીનો દાવો, હિંસાને કારણે શ્રીલંકાની વીમા કંપનીને રૂ. 100 કરોડની ખોટ

Damini Patel

ચોંકાવનારું! માત્ર ચાર દિવસમાં બીજો બનાવ , મેયર બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરના નામે ગ્રુપમાં અભદ્ર મેસેજ

pratikshah

IT વિભાગનું એક્શન! એશિયન ગ્રેનિટોના દરોડામાં ૨૦ કરોડની રોકડ ઝડપાઈ, વધુ ૧૩ લોકર મળી આવ્યા

pratikshah
GSTV