GSTV
Home » News » કેન્દ્રમાં મોદી સરકાર ફરી એક વખત આવશે, જે પગલે કેન્દ્રીય ભવનોમા પણ હિલચાલ શરૂ થઈ

કેન્દ્રમાં મોદી સરકાર ફરી એક વખત આવશે, જે પગલે કેન્દ્રીય ભવનોમા પણ હિલચાલ શરૂ થઈ

કેન્દ્રમાં મોદી સરકાર ફરી એક વખત આવતા કેન્દ્રીય ભવનોમા પણ હિલચાલ શરૂ થઈ ગઈ…આ વખતે 2014 કરતા સ્થિતિ અલગ હતી કારણ કે આ વખતે કેન્દ્રીય નીતિ રીતીઓના જાણકાર અને પાંચ વર્ષની અનુભવી મોદી ફરીથી સત્તારૂઢ થઈ રહ્યા છે. એક તરફ ભાજપ કાર્યકરોમાં લોકસભા ચૂંટણીનો વિજયોત્સવ ચાલી રહ્યો હતો તો બીજી તરફ સરકારની થિંક ટેક ગણાતા નીતિ આયોગની નવી બિલ્ડીંગના પાંચમા માળે ગતિવિધીઓ તેજ થઈ ગઈ.

નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતે તાત્કાલિક સિનિયર અધિકારીઓની બેઠક બોલાવી…માનવામાં આવી રહ્યુ છે કે પીએમઓ તરફથી તેમને સરકારના પાંચ વર્ષના કાર્યકાળનો રોડમેપ તૈયાર કરવાનો આદેશ આપોય છે…એક મીડિયા સંસ્થાને ઈન્ટ્વ્યુ દરમ્યાન નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતે જણાવ્યું કે મંત્રાલયોએ પહેલેથી 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે માત્ર પીએમને અંતિમ મહોર મારવાની હતી. આમ જોવા જોઈએ તો 2014 અને 2019 વચ્ચે ઘણો ફરક છે.

2014 અને 2019ની સરખામણી કરીએ તો 2014માં નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા અને દિલ્હીની સત્તા તેમના માટે નવી હતી..જેથી મોટા ભાગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમને અધિકારીઓ પર નિર્ભર રહેવુ પડતુ હતું. જ્યારે હવે પીએમ મોદી બ્યુરોક્રેટ્સની ગતિ અને તેમના કામ કરવાની રીત સાથે સારી રીતે પરિચિત છે.

તેમજ વિશ્વાસપાત્ર લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2014માં પીએમ મોદીએ પ્રતિકાત્મક પહેલ સાથે પ્રયોગ કર્યો.આયોજન પંચ જેવી નહેરુવાદી સંસ્થાઓને સમાપ્ત કરી… મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા જેવી યોજનાઓ શરૂ કરી. 2019માં ખાનગી રોકાણ અને નવી નોકરીઓના સર્જન પર ફોક્સની સાથે સાથે તમામ સેક્ટરમાં વિકાસની સંભાવનાઓ તપાસી શકે છે. 2014માં અરૂણ જેટલી અને પીયુષ ગોયલ જેવા અનુભવી નેતાઓ પર વધારે નિર્ભર રહ્યા અને તેઓને એક કરતા વધારે મંત્રાલયોની ફાળવણી કરી.જ્યારે આ વખતે જૂની અને સફળ ફોર્મ્યુલાઓ આગળ વધારવાની સાથે સાથે વિશ્વાસપાત્ર લોકોને એકથી વધારે મંત્રાલય સોંપી શકે છે.

READ ALSO

Related posts

ફ્રીજમાં જામેલા બરફનું ઠંડુ પાણી તો પીધું હશે, પણ તેના ફાયદા જાણીને ચોંકી ઉઠશો

Bansari

ઘરના આ ખૂણામાં મુકો તિજોરી, થઇ જશો માલામાલ

Bansari

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!