મની લોન્ડ્રિંગના કેસમાં રોબર્ટ વાડ્રા ED સમક્ષ રહ્યા હાજર, જાણો સમગ્ર મામલો શું છે

મની લોન્ડ્રિંગના એક કેસમાં રોબર્ટ વાડ્રા બુધવારે ઇડી સમક્ષ હાજર થયા. ત્યારે આવો જાણીએ કે આખરે શું છે સમગ્ર મામલો. રોબર્ટ વાડ્રાની વિરૂદ્ધ ચાલી રહેલો કેસ લંડનના 12 બ્રાયંસ્ટન સ્કવેર પર સ્થિત એક સંપત્તિની ખરીદીમાં મની લોન્ડ્રિંગના આરોપો સાથે સંકળાયેલો છે. આ પ્રોપર્ટી 19 લાખ પાઉન્ડમાં ખરીદવામાં આવી હતી. અને તેનો માલિકી હક રોબર્ટ વાડ્રા પાસે છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે ભાગેડુ વેપારી અને આર્મ્સ ડીલર્સ સંજય ભંડારીની વિરૂદ્ધ આઇટી વિભાગ કાળાનાણાં અધિનિયમ અને કર કાયદા હેઠળ તપાસ કરી રહ્યો છે.

આ દરમિયાન મનોજ અરોરાની ભૂમિકા પણ સામે આવી. જેના આધારે મની લોન્ડ્રિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે લંડન સ્થિત સંપત્તિને 19 લાખ પાઉન્ડમાં સંજય ભંડારીએ ખરીદી હતી. અને તેને 2010માં આટલી જ રકમમાં વેચી દીધી. જ્યારે કે તેનો સમારકામ ખર્ચ, સજાવટ ખર્ચમાં આશરે 65 હજાર 900 પાઉન્ડ ખર્ચ કરવામાં આવ્યા. તેમ છતાં પ્રોપર્ટીને ખરીદ કિંમત પર જ રોબર્ટ વાડ્રાને વેચી દેવામાં આવી હતી.

 • વાડ્રા પર શું છે આરોપ ?
 • લંડનના ૧૨ બ્રાયંસ્ટન સ્કવેર ખાતે સંપત્તિની ખરીદીમાં મની લોન્ડ્રિંગ કેસ
 • ૧૯ લાખ પાઉન્ડમાં ખરીદવામાં આવી હતી સંપત્તિ
 • સંપત્તિનો માલિકી હક રોબર્ટ વાડ્રા પાસે
 • ભાગેડુ વેપારી સંજય ભંડારી વિરૂદ્ધ આઇટી વિભાગ દ્વારા તપાસ
 • તપાસમાં સામે આવી મનોજ અરોરાની ભૂમિકા
 • મનોજ અરોરા સામે મની લોન્ડ્રિંગનો કેસ
 • લંડન સ્થિત સંપત્તિને સંજય ભંડારીએ ૧૯ લાખ પાઉન્ડમાં ખરીદી
 • ૨૦૧૦માં આ સંપત્તિ આટલી જ રકમમાં વેચી દેવાઇ
 • સમારકામ, સજાવટમાં આશરે ૬૫,૯૦૦ પાઉન્ડનો ખર્ચ
 • સંપત્તિને ખરીદ કિંમતે જ વાડ્રાને વેચી દેવાઇ
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter