GSTV
Home » News » Me Tooના કેસમાં હવે રાજકુમારનું આવ્યું નામ, આ મહિલાએ કહ્યું કે પિતા હતા બીમાર

Me Tooના કેસમાં હવે રાજકુમારનું આવ્યું નામ, આ મહિલાએ કહ્યું કે પિતા હતા બીમાર

ગત વર્ષે મી ટૂના ઘણા મામલા સામે આવ્યા બાદ 2019ના વર્ષની શરૂઆતમાં મી ટૂ મામલે વધુ એક જાણીતી હસ્તી પર આરોપ લાગ્યો છે. આ વ્યક્તિ છે જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાણી. તેમના પર એક મહિલાએ સેક્સ્યુઅલ હેરાસમેન્ટનો આક્ષેપ કર્યો. ન્યૂઝ વેબસાઇટ હફિંગટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ રાજકુમાર હિરાણી પર સંજૂ ફિલ્મમાં તેમની આસિસ્ટેન્ટ ડાયરેકટર રહેલી એક મહિલાએ આ આરોપ લગાવ્યો છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કહેવુ છે કે ફિલ્મ સંજૂના પોસ્ટ પ્રોડકશન દરમિયાન રાજકુમાર હિરાણીએ તેમનું શોષણ કર્યુ. તો સામા પક્ષે રાજકુમાર હિરાણીએ આ આક્ષેપોને ફગાવ્યા છે.

વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં પીડિતાનું કહેવું છે કે તેણે હિરાણીની હરકતોનો સામનો કરવા અને સામાન્ય વ્યવહાર કરવા માટે ઘણા કષ્ટનો સામનો કર્યો. તે આ બધું એટલા માટે સહન કરતી રહી કારણ કે તેના પિતા એક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા હતા. પિતાની બીમારીના કારણે તેને નોકરીની સખત જરૂરિયાત હતી. તેને ડર હતો કે જો તે હિરાણીની હરકતોનો વિરોધ કર્યો હોત અથવા પોસ્ટ પ્રોડકશન દરમિયાન ફિલ્મ છોડી દીધી હોત તો હિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં તેમને બદનામ કરી દેત. રિપોર્ટ્સ મુજબ પીડિતાએ હિરાણીની ફરિયાદ સંજૂના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાને કરી હતી. પીડિતાએ પોતાની સાથે થયેલા શોષણની જાણકારી વિધુ વિનોદ ચોપડાને ઇમેલ દ્વારા આપી હતી.

Related posts

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

Path Shah

અલ્પેશ ઠાકોર પ્રધાન બનવા અધીરા બન્યા, પક્ષપલટુને રોકવા પાટીદારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!