કુલભૂષણ જાધવના કેસમાં પાકના વકીલ દલીલ કરતા હતા અને જજે કહ્યું ધિમે બોલો, સમજાતું નહીં

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ કેસમાં બીજા દિવસે પાકિસ્તાન તરફથી વકીલ ખાવર કુરૈશીએ દલીલો રજૂ કરવામાં આવી. આ દરમિયાન જ્યારે પાકિસ્તાની વકીલ કુલભૂષણ જાધવના કથિત નકલી પાસપોર્ટ રાખવા મામલે પોતાની દલીલ રજૂ કરી રહ્યા હતા. ત્યારે તેઓ ઝડપથી બોલી રહ્યા હતા. જેથી આઇસીજેના જજોની પેનલના અધ્યક્ષ અબ્દુલ કાવી અહમદ યુસૂફે તેમને ટોક્યા હતા. અને કહ્યું કે તમે ધીમે બોલો. જે બાદ કુરૈશી ધીમે બોલવા લાગ્યા.. પરંતુ થોડા સમય બાદ ફરીવાર કુરૈશી ઝડપથી બોલવા લાગતા જજોની પેનલે તેમને ફરી ટોક્યા હતા. ભારત આ કેસમાં બુધવારે ફરી પોતાનો પક્ષ રજૂ કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter