GSTV

રણવીર સિંહના આવ્યા આવા દિવસો! દીપિકા જ્યાં કરોડોના ફ્લેટની માલિક છે ત્યાં જ ભાડે રહેશે

બોલીવુડના ફેમસ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે મળીને બોલીવુડ પર રાજ કરી રહ્યાં છે. હીરોમાં રણવીર અને હીરોઇનોમાં દીપિકા બોલીવુડના ટૉપ સ્ટાર્સમાંથી એક છે. બંનેની ઑન સ્ક્રીન કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં જ બંને પોતાની કોઇ ફિલ્મના કારણે નહી પરંતુ નવા ઘરને લઇને ચર્ચામાં આવ્યા છે.

દીપિકા પાદુકોણનુ ઘર મુંબઇના પ્રભાદેવી સ્થિત બ્યૂમોંડ ટાવરમાં રહે છે. આ 33 ફ્લોર ઉંચી બિલ્ડીંગમાં દીપિકાનો ફ્લેટ 26મા માળે છે. દીપિકાએ આ ફ્લેટ વર્ષ 2010માં 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક અહેવાલ અનુસાર હવે આ જ બિલ્ડીંગમાં રણવીરે ચાર બીએચકેના એક ફ્લેટ ભાડે લીધો છે.

રણવીરે આ ફ્લેટ ત્રણ વર્ષ માટે ભાડે રાખ્યો છે. આ ફ્લેટનુ એક મહિનાનુ ભાડુ 7.97 લાખ રૂપિયા છે. રણવીરે આ ફ્લેટ પતાના માટે લીધો છે કે કોઇ કામ માટે, તે વાતની જાણકારી સામે નથી આવી. જણાવી દઇએ કે રણવીર અને દીપિકાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

તેમણે ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા. દીપિકા પાદુકોણ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસત છે. દીપિકા પાદુકોણ સાથે આ ફિલ્મમાં વિક્રાંત મેસી પણ નજરે આવશે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બની છે.

deepika 83 fees

સાથે જ રણવીર પોતાની આગામી ફિલ્મ 83ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ફરી એકવાર રણવીર અને દીપિકા સાથે નજરે આવશે. આ ફિલ્મમં રણવીર કપિલ દેવની ભુમિકામાં ભજવશે. સાથે જ દીપિકા તેની પત્નીના રોલમાં હશે. આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે.

Read Also

Related posts

આ સસ્તા અનાજના દુકાનદારના એક નિર્ણયથી લોકડાઉનનું પાલન તો થયું જ પણ સાથે ગ્રાહકોને પણ રાહત મળી

Nilesh Jethva

‘Corona બિમારી નહીં અલ્લાહનો શ્રાપ છે’ આમ કહીં વ્યક્તિએ ચલણી નોટો પર થુકીને નાક લુછ્યુ

Arohi

કોરોનાનું કેવી રીતે થાય છે ટેસ્ટિંગ, આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!