ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં રામ મંદિરનું ઠીકરું કોંગ્રેસ સાથે સંકળાયેલા વકીલો પર ફૂટ્યું

pm modi donates money

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન રામ મંદિરનો મુદ્દો પણ ઉછળ્યો. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે રામ મંદિર મામલે કોંગ્રેસને આડે હાથે લીધી. સુપ્રીમ કોર્ટમા અયોધ્યા મામલે 29 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે પરંતુ લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે તેમાં કોઈ બેમત નથી. રામ મંદિર મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બન્નેના પોત પોતાના દાવાઓ છે. ચૂંટણી વાયદાઓમાં પણ રામ મંદિરનો ઉલ્લેખ પણ થતો જ હોય છે. ત્યારે દિલ્હીમાં ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓની સ્પીચમાં પણ રામ મંદિરનો મુદ્દો આવ્યો.

અધિવેશનના બીજા દિવસે પીએમ મોદીએ કહ્યુ કે અયોધ્યા મામલે કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી ન્યાયીક પ્રક્રિયામાં રોડા નાંખવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ નથી ઈચ્છતી કે અયોધ્યા મામલાનું નિરાકરણ આવે. તો આ તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ દાવો કર્યો કે ભાજપ ઈચ્છે છે કે રામ મંદિર મામલે સુપ્રીમમાં ઝડપથી સુનાવણી થાય અને બંધારણીય રીતે મંદિરનું નિર્માણ થાય. પરંતુ કોંગ્રેસ તેમા અડચણ ઉભી કરી રહી છે. રાજકીય આક્ષેપબાજી વચ્ચે રામ મંદિરનો મામલે હવે કરોડો હિન્દુઓની આશ સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે. પરંતુ રામના નામે વોટ લેવામાં માહેર રાજકીય પક્ષો આ મુદ્દાને ચર્ચામાં તો રાખશે જ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter