GSTV

ભાજપમાં હવે અજીબ અજીબ ભૂત ધુણે છે, આ નેતા કહે છે કે હનુમાન અને રામ બંન્ને વૈશ્ય હતા

Last Updated on January 2, 2019 by

પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન યુપીના સી.એમ. યોગી આદિત્યનાથનાં આવેદન પછી એક વાર ફરી હનુમાનની જાતિને લઈને બબાલ શરૂ થઈ છે. યુપીમાં બીજેપી બિઝનેસ કોમ્બેટના રાજ્ય સંયોજકે બુધવારના રોજ એક વર્ણનમાં હનુમાનની સાથે સાથે ભગવાન શ્રીરામને પણ વૈશ્ય સમાજમાં આવરી લીધા અને કહ્યુ કે બંને એક જ સમાજનાં છે. બીજેપી નેતા વિનીત અગ્રવાલ શારદા કહે છે કે ભગવાન શ્રીરામ અને હનુમાન બન્ને વૈશ્ય સમાજનાં છે અને વૈશ્ય લોકો ભગવાન શ્રીરામનાં સંતાન છે.

તેમણે કહ્યું કે હનુમાનને ભગવાન રામનો દત્તક પુત્ર માનવામાં આવે છે, જેનો અર્થ છે કે ભગવાન રામ પણ વૈશ્ય હતા. રામ મંદિરના મુદ્દા પર વિવેચન આપતા સમયે વિનિતે કહ્યું હતું કે, એવું કોણ કહે છે કે મંદિરનું નિર્માણ નહીં થાય. ટૂંક સમયમાં જ ભગવાન તંબુથી બહાર નીકળીને પોતાના ભવ્ય મંદિરમાં રહેશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં રાજસ્થાનની ચૂંટણી દરમિયાન અલવરની એક બેઠકમાં સી.એમ. યોગીએ હનુમાનની જાતિ અંગે ટિપ્પણી કરી હતી. તેમનાં વર્ણનમાં સી.એમ. યોગીએ હનુમાનને દલિત કહ્યાં હતા. અને બાદમાં આ વાક્ય પર તેમનાં દ્વારા સફાઈ પણ આપવામાં આવી હતી. આ આવેદન પછી સતત આ મુદ્દો ચાલી રહ્યો છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!