GSTV
Home » News » અયોધ્યા કેસમાં સુપ્રીમે મધ્યસ્થતા સમિતી પાસેથી રિપોર્ટ માગ્યો, 25 જુલાઇથી સુનાવણીનાં સંકેત

અયોધ્યા કેસમાં સુપ્રીમે મધ્યસ્થતા સમિતી પાસેથી રિપોર્ટ માગ્યો, 25 જુલાઇથી સુનાવણીનાં સંકેત

અયોધ્યા વિવાદ કેસમાં હાલ મધ્યસ્થી સમિતી રિપોર્ટ તૈયાર કરી રહી છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણીની માગ કરતી અરજી થઇ છે. જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તાત્કાલીક ધોરણે મધ્યસ્થી સમિતી પાસેથી આ મામલે સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. સાથે એમ પણ કહ્યું છે કે જો મધ્યસ્થતા આગળ ન વધી તો 25મી જુલાઇથી દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આગામી 18મી જુલાઇએ આ સમગ્ર મામલે રિપોર્ટ સામે આવશે જે બાદ એ નિર્ણય કરવામાં આવશે કે આગળ શું કરવું. જોકે બીજી તરફ મુસ્લિમ સમાજ વતી દલિલો કરતી વેળાએ વકીલે એવી માગણી હતી કે મધ્યસ્થી સમિતી પર અમને વિશ્વાસ છે અને તેને આગળનું કામ કરવા દેવું જોઇએ.

જો મધ્યસ્થતા વધુ સમય ન ચાલી તો પછી આગામી 25મી જુલાઇથી દૈનિક ધોરણે સુનાવણી શરૂ કરી દેવામાં આવશે. પેનલે આગામી ગુરૂવાર સુધીમાં આ રિપોર્ટને જમા કરવાની રહેશે. હિંદુ પક્ષ વતી દલીલ કરતી વેળાએ વકીલ રંજીત કુમારે કહ્યું હતું કે 1950થી આ મામલો ચાલી રહ્યો છે.

જોકે તેમ છતા હજુસુધી તેનો નિવેડો નથી આવ્યો. મધ્યસ્થતા અસરકારક નથી સાબીત થઇ રહી તેથી કોર્ટે તાત્કાલીક આ મામલે નિર્ણય લેવો જોઇએ. એક પક્ષકારે કહ્યું કે જ્યારે આ મામલાની શરૂઆત થઇ હતી ત્યારે હું યુવાન વયનો હતો આજે ઉમર 80 વર્ષને પાર પહોંચી ગઇ છે તેમ છતા હજુસુધી તેનો નિવેડો નથી આવ્યો. આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાઇ ચંદ્રચુડ, અશોક ભૂષણ અને અબ્દુલ નજીર કરી રહ્યા છે.

કોર્ટમાં અરજદાર ગોપાલસિંહ વિશારદે ઝડપી સુનાવણીની માગણી કરી હતી, તેઓએ જણાવ્યું હતું કે મધ્યસ્થતા માટે જે પેનલની રચના કરવામાં આવી હતી તેને લઇને કોઇ જ વાત આગળ નથી ચાલી રહી, મધ્યસ્થતા સમિતિના આ મામલે અત્યાર સુધી ત્રણ બેઠકો થઇ ચુકી છે છતા કોઇ નિરાકરણ નથી આવ્યું.

તેથી હવે આ મામલે તાત્કાલીક સુનાવણી થવી જોઇએ. અને મધ્યસ્થતાથી નહીં પણ ન્યાયીક પ્રક્રિયાથી મામલાનું નિરાકરણ લાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે હવે સહમતી વ્યક્ત કરતા કહ્યું છે કે જો હવે વધુ મધ્યસ્થ પ્રક્રિયા આગળ નહી ચાલે તો 25મી જુલાઇથી જ દરરોજ સુનાવણી હાથ ધરાશે.

Read Also

Related posts

રસ્તામાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પીત્તો ગુમાવી પત્ની અને બાળકને નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધો

Mayur

ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતાની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી બેઠક

Arohi

‘તારક મહેતા…’માં બે વર્ષ બાદ થશે દયાબેનની એન્ટ્રી, જેઠાલાલે આપી આ હિન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!