વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ટાટા નેનોનો મુદ્દો ગાજયો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં નેનો પ્રોજેક્ટ અંગે સરકાર પાસે ટાટા કંપની સાથે શું એગ્રિમેન્ટ થયા તેની વિગતે માહિતી માંગી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર નેનો કારનું ઉત્પાદન થયું છે. નેનો કેમ્પસમાં સાત હજાર લોકોને રોજગારી મળે છે. નેનો પ્રોજેકટ મામલે ગૃહમાં 20 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી.

વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો કે સરકારે જે શરતે નેનો પ્લાન્ટ માટે જમીન અને લોનમાં રાહત આપી હતી એ પૂર્ણ થઈ નથી. સરકાર આંકડા છુપાવી રહી છે. તો આ તરફ સરકારે સ્પષ્ટતા કરી હતી કે કોઈ આંકડા છુપાવવામાં આવ્યા નથી અને ઔધોગિક નિયમોને ધ્યાનમાં રાખીને જ જમીનની ફાળવણી કરવામાં આવી હતી.
ધારાસભ્ય શૈલેષ પરમારે નેનો પ્રોજેક્ટ અંગે સરકાર પાસે ટાટા કંપની સાથે શું એગ્રિમેન્ટ થયા તેની વિગતે માહિતી માંગી હતી. સાથે જ કોંગી ધારાસભ્યએ એમ પણ જણાવ્યું કે પ્રથમ ફેઝમાં 2 લાખ 50 હજાર નેનો કાર ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક હતું જ્યારે બીજા ફેઝમાં 3 લાખ 50 હજાર નેનો ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક હતું. આ બાબતે હાલ કેવી સ્થિતિ છે તે અંગે વિગતે માહિતી માંગી હતી.

કોંગ્રેસે ગૃહમાં સરકાર પર આક્ષેપ લગાતા કહ્યું કે સરકારે સાણંદમાં મફતના ભાવે ટાટા નેનો પ્રોજેકટ માટે જમીન ફાળવી હતી. તેના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે નેનો પ્રોજકટના કારણે અનેક લોકોને રોજગારી મળી છે. ઔધોગિક નિયમોને ધ્યાનમાં રાખીને જ જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ટાટા નેનો પ્રોજેક્ટના મુદ્દે ગૃહમાં અંદાજે 20 મિનિટ ચર્ચા થઈ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો