GSTV
Home » News » ગુજરાતના આ 8 જિલ્લામાં આવતીકાલથી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતના આ 8 જિલ્લામાં આવતીકાલથી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

કાળઝાળ ગરમીમાં 10 તારીખથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. રાજ્ય સરકારે વેકેશન તો ન લંબાવ્યુ પરંતુ હાલમાં ગુજરાત પર વાયુ ચક્રવાતનું સંકટ આવ્યુ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે ગુજરાતના દરિયાઇ વિસ્તાર ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાયુ ચક્રવાતને લઇને રજા જાહેર કરી છે.

ત્યારે સૌ પ્રથમ વાત કરીએ પોરબંદરની તો પોરબંદર જિલ્લાની તમામ સ્કૂલ કોલેજોમાં 12-13 અને 14 એમ ત્રણ દિવસ રજા જાહેર કરાઇ છે તો રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં વાવાઝોડાને ધ્યાને લઈ ૧૨ અને ૧૩ એમ બે દિવસ રજા જાહેર કરાઇ છે.

શાળામાં ક્યારે રજા ?

પોરબંદર ૧૨, ૧૩, ૧૪ જૂન
રાજકોટ ૧૨, ૧૩ જૂન
ભાવનગર ૧૨, ૧૩ જૂન
મોરબી ૧૨, ૧૩ જૂન
અમરેલી ૧૨, ૧૩ જૂન
ગીર સોમનાથ ૧૨, ૧૩ જૂન
દેવભૂમિ દ્વારકા ૧૨, ૧૩ જૂન

વાયુ વાવાઝોડાને લઇને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી..આ બેઠકમાં સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ,,દ્વારકા,, પોરબંદર અને સાગરકાંઠાના પ્રવાસન ધામોમાં રહેલા ટુરિસ્ટો આ વિસ્તારો છોડી અનુરોધ કરવામાં આવ્યો છે..અને સલામત સ્થળે ખસી જવા સૂચન કરાયુ છે..આવા પ્રવાસીઓને જરૂર જણાય તો ખાસ બસ માટે સંબંધિત જિલ્લાના એસટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા જણાવાયું છે.

READ ALSO

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!