GSTV
World

Cases
3069645
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

17મી લોકસભામાં અભૂતપૂર્વ 78 મહિલા સાંસદ તરીકે ચૂંટાઈ, સંસદમાં 14 ટકા મહિલાઓ

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે ૭૮ જેટલી મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. ટૂંક સમયમાં જ ૫૪૨ જેટલા સાંસદો સંસદના નીચલા ગૃહના સભ્ય તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે જેમાં ૭૮ મહિલાઓ પણ સામેલ છે. લોકસભા ચૂંટણીમાં ૭૨૪ મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકી કોંગ્રેસમાંથી સૌથી વધારે ૫૪ જ્યારે ભાજપમાંથી ૫૩ મહિલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું હતું.

૧૭મી લોકસભામાં ૧૯૫૨ બાદ પ્રથમ વખત સૌથી વધારે ૧૪ ટકા જેટલી મહિલાઓ સાંસદ તરીકે સ્થાન પામી છે. અગાઉ ૧૬મી લોકસભામાં ૬૪ જ્યારે ૧૫મી લોકસભામાં ૫૨ મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવી હતી. વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરતું બિલ હાલમાં લોકસભામાં પેન્ડિંગ છે. સંસદની ૪૧ પૈકી સોનિયા ગાંધી, હેમા માલિની, કિરણ ખેર સહિતની ૨૭ મહિલા સાંસદોએ વર્તમાન લોકસભા ચૂંટણીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે પ્રજ્ઞા ઠાકુર અને સ્મૃતિ ઈરાની જેવા ઉમેદવારોએ ખૂબ જ પ્રસિદ્ધ હરીફ ઉમેદવારોને હરાવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે.

કોંગ્રેસનો પારંપરિક ગઢ ગણાતી અમેઠી બેઠક પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવીને સ્મૃતિ ઈરાનીએ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ભોપાલમાં ભાજપના વિવાદાસ્પદ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે પણ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને હરાવીને જીત હાંસલ કરી છે. સંસદમાં સામેલ થનારા અન્ય પ્રસિદ્ધ નામોમાં થૂથુકુડી બેઠકના ડીએમકે ઉમેદવાર કનિમોઝી કરુણાનિધિ અને ઉત્તર પ્રદેશની અલાહાબાદ બેઠકના ભાજપના ઉમેદવાર રીટા બહુગુણાના નામ સામેલ છે. લોકસભા ચૂંટણીમાં કુલ ૮,૦૪૯ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા જેમાં કુલ ૭૨૪ પૈકીની ૨૨૨ મહિલાઓએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત બસપામાંથી ૨૪, એઆઈટીસીની ૨૩, સીપીઆઈ(એમ)ની ૧૦, સીપીઆઈની ચાર અને એનસીપીની એક મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી.

smriti irani amethi

ચૂંટણી માટે કુલ ચાર ટ્રાન્સજેન્ડરે સ્વતંત્ર રીતે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે ફક્ત આમ આદમી પાર્ટીએ જ એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર ઉભો રાખ્યો હતો. જો કે તમામ ટ્રાન્સજેન્ડર ઉમેદવારો ચૂંટણીમાં હારી ગયા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધારે ૧૦૪ મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે મહારાષ્ટ્ર તેના પછીના ક્રમે હતું.

આ ઉપરાંત તમિલનાડુમાંથી ૬૪, બિહારમાંથી ૫૫ અને પશ્ચિમ બંગાળમાંથી ૫૪ મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. આઠમીથી ૧૪મી લોકસભા ચૂંટણી દરમિયાન અનુક્રમે ૪૫, ૨૮, ૪૨, ૪૧, ૪૪, ૫૨ અને ૫૨ મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવી હતી. પ્રથમ અને બીજી લોકસભામાં ૨૪-૨૪ મહિલા સાંસદ તરીકે સ્થાન પામી હતી જ્યારે ત્રીજી લોકસભા ચૂંટણીમાં ૩૭ મહિલા ઉમેદવારો વિજયી બની હતી.

READ ALSO

Related posts

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

કેવડિયા ખાતે આદિવાસી જમીન મામલો, તાપી પોલીસ દ્વારા વ્યારા અને વાંસદાનાં સાંસદોને કરાયા ડિટેઈન

pratik shah

લોકડાઉન હવે અનલોક: આ 10 નિયમોનું કરવું સખ્ત પણે કરવું પડશે પાલન, નહીં થશે કડક સજા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!