GSTV

સંપત્તિની દ્રષ્ટિએ બેન્ક FD બાદ સોનું ઈન્વેસ્ટમેન્ટ માટે ભારતીયો માટે બીજા નંબરની પસંદ

Last Updated on October 26, 2019 by Mansi Patel

ભારતમાં સોનાની 50 ટકાથી વધારે માંગ લગ્નગાળામાં હોય છે. દેશમાં 25 વર્ષથી ઓછી ઉમંરની 45 ટકા વસતી છે અને વર્ષમાં સરેરાશ 1 કરોડ લગ્નો થાય છે. જો એવરેજ કાઢીએ તો એક નવવધુ માટે 200 ગ્રામ સોનાની જ્વેલરી ખરીદાય છે.

સોનાનું આકર્ષણ

  • ભારતમાં ૨૫ કરોડથી વધારે લોકો બચત કરે
  • બચતની શરૂઆત સોનામાં ઈન્વેસ્ટમેન્ટથી
  • પ્રતિ વ્યિGત આવક ૧ ટકા વધે તો સોનાની માંગ ૧ ટકા વધે
  • કિંમત ૧ ટકા વધે તો માંગમાં ૦.૫ ટકાનો ઘટાડો
  • કિંમત ૧ ટકા ઘટે તો માંગમાં ૦.૯ ટકાનો વધારો
  • ૨૦૦૫થી ૨૦૧૫ સુધી ૧૦ ગણી કિંમતો વધી
  • સોનાની માંગ વાર્ષિક સરેરાશ ૧૪ ટકાના દરે વધી

સંપત્તિની દ્રષ્ટિએ બેન્ક એફડી બાદ સોનું ઈન્વેસ્ટમેન્ટ માટે ભારતીયોની બીજા નંબરની પસંદગી છે.એક સર્વે મુજબ ભારતમાં 25 કરોડથી વધારે લોકો બચત કરે છે અને તેમની બચતની શરૂઆત સોનામાં ઈન્વેસ્ટમેન્ટથી થાય છે. આર્થિક વિકાસ અને લોકોની સમૃદ્ધિ વધતા સોનાની માંગ પણ વધી રહી છે પરિણામે સોનાની આયાત પણ વધી છે. ભારતમાં જ્યારે પ્રતિ વ્યક્તિ આવક 1 ટકા વધે તો સોનાની માગં 1 ટકા સુધી વધી જાય છે. જે રીતે શહેરીકરણ થઈ રહ્યુ છે તે જ રીતે લોકોની આવક પણ વધી રહી છે.પરંતુ જ્યારે સોનાની કિંમત 1 ટકા વધે છે ત્યારે તેની માંગમાં 0.5 ટકાનો ઘટાડો નોઁધાય છે. અને તેનાથી વિપરીત સોનાની કિંમત 1 ટકા ઘટે છે તો માંગમાં 0.9 ટકાનો વધારો થાય છે. જોકે 2005થી 2015 સુધી 10 ગણી કિંમતો વધી હોવા છત્તા પણ સોનાની માંગમાં વાર્ષિક સરેરાશ 14 ટકાના દરે વધી છે.

સોનાનું આકર્ષણ

  • માંઘવારી ૧ ટકા વધે તો સોનાની માંગ ૨.૬ ટકા વધે
  • સોનામાં ઈન્વેસ્ટમેન્ટ બેસ્ટ ઓપ્શન
  • સામાન્યથી ૧ ટકા વધારે વરસાદ તો સોનાની માંગ ૦.૫ ટકા વધે

જો મોંઘવારી 1 ટકા વધે છે તો સામે સોનાની માંગ 2.6 ટકા વધે છે. દુનિયાભરમાં ઈન્વેસ્ટમેન્ટ મોંઘવારી સામે સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટને બેસ્ટ ઓપ્શન માને છે. જેથી ઓછા જોખમે સારુ રિટર્ન મળી શકે.સોનાની માંગ વરસાદ પર પણ નિર્ભર છે. સામાન્યથી 1 ટકા વધારે વરસાદ થાય ત્યારે સોનાની માંગ 0.5 ટકા વધે છે. કારણ કે ચોમાસુ કૃષિ સેક્ટર માટે મહત્વનુ છે. સારા વરસાદથી પાક સારો થતા ગ્રામીણ અર્થવ્યવસ્થામાં તેજી આવે છે જેનાથી સોનાની માંગ વધે છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!