GSTV
India News Trending

બહાર જતા હવે રસ્તો સરળતાથી દેખાશે, પોસ્ટર અને બેનર પર આ હાઈકોર્ટે લગાવી રોક

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં પોસ્ટર-બેનરના ચલણ પર રોક લગાવવાનો આદેશ ફરમાવ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગેરકાયદેસર પોસ્ટર, કટઆઉટ પર સંપૂર્ણપણે રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે. તેના સિવાય તમામ રાજકીય પક્ષોને પણ કોઈપણ પ્રકારના ડિજિટલ પોસ્ટર અથવા બેનર લગાવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. એક અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એમ. સત્યનારાયણ અને જસ્ટિસ પી. રાજમણિકમની ખંડપીઠે આ વચગાળાનો આદેશ જાહેર કર્યો છે.

મદ્રાસ હાઈકોર્ટે આદેશમાં કહ્યું છે કે આ પ્રકારના પોસ્ટર અથવા બેનરથી સડક પર ચાલનારા લોકોને ઘણી મુશ્કેલી પડે છે. આ માલાની આગામી સુનાવણી હવે ચોથી જાન્યુઆરીએ કરવામાં આવશે. આ પહેલા પણ હાઈકોર્ટે તમિલનાડુમાં કોઈપણ પોસ્ટર પર જીવિત વ્યક્તિની તસવીર લગાવવાની મનાઈ ફરમાવી હતી. જો કે આનું પાલન નહીં થવાને કારણે કોર્ટે ઘણી કડક ટીપ્પણીઓ પણ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા નિયમોને અધિસૂચિત કરવા સુધી દવાઓના ઓનલાઈન વેચાણ પર પણ રોક લગાવી દીધી હતી. અદાલતે કેન્દ્ર સરકારના નિયમોને અધિસૂચિત કરવા માટે 31 જાન્યુઆરી-2019 સુધીની સમયમર્યાદા આપી છે.

Read Also

Related posts

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV