મોદી સરકારથી 33 ટકા જ લોકો ખુશ, અચ્છે દિન મામલે સરવેમાં મોટો ખુલાસો

લોકસભા ચુંટણી આડે હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે ચુંટણીનો માહોલ જામે તે પહેલા અનેક ખાનગી એજન્સી અને ન્યુઝ ચેનલો દ્વારા સર્વે કરવામાં આવે છે. સર્વેનો હેતૂ દેશનાં લોકોનો મિજાજ જાણવાનો હોય છે. એક ખાનગી ન્યુઝ ચેનલે હાથ ધરેલા સર્વે માં 33 ટકા લોકો પ્રધાનમંત્રી મોદીનાં કામથી ખુશ છે. તેમનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ અચ્છે દિનનો વાયદો પુરો કર્યો છે. જો કે 67 ટકા લોકો કહે છે કે મોદી સરકાર નિષ્ફળ નિવડી છે. ભારત સરકારની બે યોજના જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત અભિયાને લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી છે.

મહત્વનું છે કે નવેમ્બર,2016માં સરકારે કરેલી નોટબંધીને લોકોએ પહેલા યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો. ત્યારબાદ મતદારોનું કેહવું છે કે નોટબંધીને કારણે નાના-મધ્યમ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે અને બેરોજગારી વધી છે.

સરકારની આર્થિક નિતીઓનાં સંદર્ભમાં મોટાભાગનાં લોકોનું કહેવું છે કે,કોંગ્રેસની સરખામણીએ મોદી સરકારે ઘણાં સારા કામ કર્યા છે. 40 ટકા લોકો એવું જણાવે છે કે મોદી સરકરનાં શાસનમાં તેમની આવક વધી છે. વર્તમાન રાજકિય સ્થિતી જોતા એવું લાગે છે કે ભાજપ અને તેનાં સાથી પક્ષોએ સત્તાવાપસી માટે નવા રાજકિય સમીકરણોને ખાસ ધ્યાને લેવા પડશે. આજની સ્થિતી જોતા એવું લાગે છે કે જો આજે ચુંટણી યોજાઈ તો એનડીએ ગઠબંધનને 35 સીટોનું નુકસાન વેઠવું પડે છે. આ નુકસાનને ભરપાઈ કરવા માટે તમિલનાડુમાં AIADMK અને આંધ્રપ્રદેશમાં YSRકોંગ્રેસ સાથે ભાજપે ગઠબંધન કરી લેવું જોઈએ.

તે સિવાય ઓરિસ્સામાં બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગાણામાં ટીઆરએસ સાથે ચુંટણી પછી ગઠબંધનનો વિકલ્પ પણ ખુલ્લો છે. જો કે સર્વેમાં ચોંકાવનારી હકિકત એ બહાર આવી છે કે ભાજપ માટે હુકમનો એક્કો માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. આજે પણ મોદી જનતામાં લોકપ્રિય છે.જો કે મોદી પોતાનાં કરિશ્માઈ વ્યક્તિત્વ દ્વારા મતદારોને આકર્ષવાની કળા બરોબર જાણે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter