સુરતમાં આ મહિલાઓએ પોલીસ કમિશનર કચેરી જવું પડ્યું અને કહ્યું કે દારૂ….

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. નાગસેન નગરના રહેવાસીઓ દ્વારા વનિતા વિશ્રામથી કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પાંચસોથી વધુ સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા.

આ રેલીમાં જે મહિલાના પતિ,પિતા ભાઈનું દારૂના કારણે મૃત્યુ થયું તે મહિલાઓ પણ જોડાઈ હતી. સાથે જ મહિલાઓ આક્ષેપ કર્યો હતો કે પાંડેસરા નાગસેન નગરમાં બુટલેગરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ અંગે પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યાં નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter