GSTV
Home » News » સુરત : શિક્ષિકાએ વિદ્યાર્થિનીને લાકડીની સોટીથી ફટકારી, ફરિયાદ કરી તો ડબલ સજા ફટકારી

સુરત : શિક્ષિકાએ વિદ્યાર્થિનીને લાકડીની સોટીથી ફટકારી, ફરિયાદ કરી તો ડબલ સજા ફટકારી

સુરતના ઉન વિસ્તારની અલ બરકત પબ્લિક સ્કુલ વિવાદમાં આવી છે. જુનિયર કેજીની બાળ વિદ્યાર્થિનીને શિક્ષિકાએ લાકડાની સોટી મારી હોવાનો આક્ષેપ છે. શિક્ષિકા દ્વારા કરાયેલી આકરી સજાથી વાલીઓમાં રોષ છે. પાંચ વર્ષિય વિદ્યાર્થિનીને શનિવારે માર માર્યા બાદ ઘરે ન કહેવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ લાગ્યો છે.

જોકે દર્દથી પીડિત બાળકીએ ઘરે જઈને માતાને જાણ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો છે. એટલું જ નહી, સોમવારે સવારે માતા શિક્ષિકાને ફરિયાદ કરવા ગઈ હતી. જે બાદ શિક્ષિકાએ માસુમ બાળકીને ફરિયાદ કરવા જતાં માસૂમ બાળકી ને ઉઠક બેઠક કરાવી સજા કરાઈ. જે બાદ તેના પગે મસલ્સ જામી ગયા હતા.આર્થિક તંગીના લઈને બે વર્ષના ફ્રી પેટે રૂપિયા 26 હજાર બાકી હોવાથી બાળકીને ટોર્ચર કરાતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શિક્ષિકા આચાર્યની દીકરી હોવાથી માસૂમ વિદ્યાર્થીનીને ટોચર કરી માર મારતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.

READ ALSO

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!