GSTV
Home » News » સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી,વધુ નફાની લાલચમાં કરે છે આવા કામ

સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી,વધુ નફાની લાલચમાં કરે છે આવા કામ

સુરતમાં સરથાણા વિસ્તારમાં ગત્ત રાત્રે કેટલાક લોકોએ નિરાલી ટ્રાવેલ્સની બસને અટકાવી દીધી.કારણ એટલું ગંભીર હતું કે તુરંત આરટીઓ અને ટ્રાફિક વિભાગને જાણ કરાઇ.

જે બાદ ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ સ્થળ પર આવ્યા અને બસને ડિટેઇન કરી હતી. સુરતથી ઝાલોદ જતી રાજસ્થાન પાસિંગની આ બસને જાગૃત નાગરિકોએ અટકાવીને રાત્રે જ ડિટેઇન કરાવી દીધી.

50 પેસેન્જર માટે પાસિંગ કરાયેલી આ બસમાં છત પર મળીને કુલ 115 જેટલા મુસાફરોને બેસાડાયા હતા. જે બાદ જાગૃત નાગરિકોએ પહેલા બસનો વીડિયો ઉતારીને તેને અટકાવી આરટીઓ અને ટ્રાફિક પોલીસને જાણ કરીને રાત્રે જ બસને ડિટેઇન કરી દેવાઇ હતી.

વધુ નફાની લાલચમાં આવી જ રીતે ટ્રાવેલ્સ સંચાલકો શ્રમિકોને ઠાંસી ઠાંસીને બસોને લઇ જાય છે. તેના કારણે જીવના જોખમે થતી આ મુસાફરી ક્યારેક મોતની સવારી બની શકે છે. ત્યારે આ રીતે બેફામ ચાલતી બસો સુરત ટ્રાફિક વિભાગ અને આરટીઓની કામગીરી સામે સવાલો ઉભા કરે છે.

READ ALSO

Related posts

ફિલ્મ 1920ની અભિનેત્રીએ વાંદરાઓ સાથે કરી અંગ્રેજીમાં વાત, જાણો શું મળ્યો જવાબ?

Ankita Trada

શમીએ બચાવી મેચ તો રોહિતે જીતાવી સીરીઝ, અનોખા અંદાજમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી છીનવી જીત

pratik shah

ડામાડોળ અર્થવ્યવસ્થાની વચ્ચે નાણાંમંત્રી રજૂ કરશે દાયકાનું સૌથી મુશ્કેલ બજેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!