GSTV
Home » News » ચૂંટણી પૂર્વે સુરતમાંથી લાખોના દારૂનું ટેન્કર ઝડપાયું, દારૂનું કટિંગ કરતા હતા અને પકડાઈ ગયા

ચૂંટણી પૂર્વે સુરતમાંથી લાખોના દારૂનું ટેન્કર ઝડપાયું, દારૂનું કટિંગ કરતા હતા અને પકડાઈ ગયા

liquor tanker surat

લોકસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે સુરતના ઉધનામાં કેમિકલની આડમાં વિદેશી દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયુ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે લાખોની કિંમતનો વિદેશી દારૂ સહિત બે ઇસમોની ધરપકડ કરી છે. લોકસભાની ચૂંટણીનો માહોલ હોવા છતાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે સવાલ ઉઠી રહ્યો છે.

સ્ટેટ વિજિલન્સની ટીમે માહિતીના આધારે ઉધના રોડ નંબર છ પરથી મોડી રાત્રે કેમિકલ ટેન્કરની આડમા વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું. ઉધના રોડ નંબર છ પર મોડી રાત્રે સ્ટેટ વિજિલન્સ દ્વારા છાપો મારવામાં આવ્યો. જ્યાં મુખ્ય લિકર માફિયા સહિતના આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા. જ્યારે વિદેશી દારૂનું કટિંગ કરતા ક્લીનર અને ગોડાઉન માલિકને ઝડપી પાડવામાં આવ્યા. કેમિકલ ટેન્કરની અંદર અલગ અલગ ત્રણ બોક્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Nilesh Jethva

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!