સુરતમાં દુષ્કર્મની ઘટનામાં વધુ એક કેસ સામે આવ્યો છે. સુરતના અઠવા વિસ્તારમાં 12 વર્ષની કિશોરી પર મોહમદ્દ ઇસામ હનીફ શેખ નામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યો છે. સગીર વયની કિશોરીને લલચાવી-ફોસલાવી તેના પર દુષ્કર્મની ઘટના બની છે. આરોપી હનીફે કિશોરીને પરિવારજનોને મારી નાખશે તેવી ધમકી આપીને કિશોરીને અવારનવાર પોતાની હવસનો શિકાર બનાવી હતી.
હવસખોરે હેવાનિયતને હદ વટાવીને કિશોરીના પેટ પર બચકા ભર્યા હતા. આ સમગ્ર મામલાની જાણ પરિવારને થતા પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે કિશોરીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવાની સાથે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સુરતમાં છેલ્લા બે દિવસ દરમ્યાન દુષ્કર્મની આ ત્રીજી ઘટના બની છે.
