GSTV
Home » News » સુરતમાં અગ્નિકાંડ બાદ પણ કોઈ બોધ ન લીધો, મેળામાં ફાયર સેફ્ટીના નિયમો નેવે મુકાયા

સુરતમાં અગ્નિકાંડ બાદ પણ કોઈ બોધ ન લીધો, મેળામાં ફાયર સેફ્ટીના નિયમો નેવે મુકાયા

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈ શહેરીજનોમાં ઉકળતા ચરુ જેવો રોષ છે. મહાનગરપાલિકાની ટીમે ઘટના બાદ મોડે મોડે કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ કાર્યવાહી દેખાવો પૂરતી જ લાગી રહી છે.  અઠવાગેટ વિસ્તારમાં યોજાયેલા મેળામાં સંચાલકોએ જાણે ફાયર સેફટીના નિયમો નેવે મૂકી છે.

શહેરના જાગૃત નાગરિક અને અકસ્માત નિવારણ કેન્દ્ર સમિતિના સભ્યએ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરતા સંચાલકને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ પાઠવ્યા છતાં જો ફાયર સેફટી અને નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો મેળાને બંધ કરવાનો ઉલ્લેખ નોટિસમાં કરાયા છે.

તાજેતરમાં અમદાવાદમાં એક ચકડોળ હવામાં ક્ષતિગ્રસ્ત થયું હતું. ત્યારે ફાયરબ્રિગેડે તેમાં બેઠેલા તમામ 29 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને મેળાને બંધ કરાવી દીધો હતો. ત્યારે સુરતના આ મેળામાં પણ આવી કોઈ ઘટના બને તેવી શહેરીજનોને ભીતી છે.

Read Also

Related posts

ટ્રેનમાં રોમિયોગિરી કરતા શખ્સો પર આફત, ગુજરાત પોલીસનો આ માસ્ટર પ્લાન

Kaushik Bavishi

રાજસ્થાનમાં બસની સીટ પર બેસવા બાબતે બોલી બઘડાટી, રેલો પહોચ્યો અમદાવાદમાં

Kaushik Bavishi

નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, ગોરા બ્રિજ કરાયો બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!