GSTV

સુરતવાસીઓએ ટ્રાફિકના નિયમ તોડવામાં અને દંડ ભરવામાં બનાવ્યો રેકોર્ડ

Last Updated on November 9, 2019 by

સુરત શહેરમાં નવા એમવી એક્ટનો અમલ પહેલી નવેમ્બરથી લાગુ થયો છે. ત્યારે સુરતીઓ ટ્રાફિક નિયમન તોડી દંડ ભરવામાં રેકોર્ડ સર્જી રહ્યા છે અને ભરી પણ રહ્યા છે. રોજનો લાખો રૂપિયા દંડ જે કહેવાઈ કે ગુજરાત રાજ્યમાં સુરત દંડ ભરવા અને ટ્રાફિક નિયમન તોડવામાં સુરત મોખરે છે અને સર્જી રહ્યા છે દંડ ભરવાનો રેકોર્ડ. એક જ સપ્તાહમાં 84 લાખથી વધુનો દંડ ભરી ચુક્યા છે.

સુરત ટ્રાફિકના નવા નિયમો લાગુ પડ્યા છે તો સુરતમાં ટ્રાફિક નિયમન તોડી સુરતીવાસીઓ રેકોડ સર્જી દીધો છે. ત્યારે વાત કરીયે તો સુરતી ઓ એ માત્ર સ્થળ પર સમાધાન પેટે એક દિવસના 14 લાખ રૂપિયાથી વધુનો દંડ ભરી દીધો છે. ત્યારે 19 લાખ રૂપિયાનો તો માત્ર ઈ ચલણ દંડ ફટકારીયો છે. એટલે કે એક દિવસમાં 33 લાખ રૂપિયા તો ટ્રાફિક પોલીસ એ જ ફટકારીયો છે. તો અન્ય કોર્ટ કેશ દંડ અને આરટીઓ દંડ તો બાકી જ રહી જાઇ છે. તો ગત રોજ 3500 લોકો સામે કેશ કર્યા છે. ઇ- મેમોની પર નજર કરીએ તો 2800 લોકો પર એક જ દિવસમાં ઈ મેમો ફટકરવામા આવ્યા છે.

કહેવાય કે છેલ્લા 7 દિવસોમાં સુરતીઓએ 84 લાખ રૂપિયા સ્થળ પેટે દંડ અને ઇ મેમો 1.25 કરોડ રૂપિયાનો દંડ ફટકરવામાં આવ્યો છે. આમ 7 દિવસ માં 2 કરોડ 14 લાખ રૂપિયા કુલ દંડ સુરતીઓ પાસેથી સુરત પોલીસ વસૂલી ચુકી છે. જે સુરતિઓએ દંડ ભરવામાં સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. જે એક કોઈ ભારતની મલ્ટી નેશનલ કંપનીની આવક કરતા પણ વધુ છે. અન્ય રાજય કરતા સુરત શહેર દંડ ભરવા અને ટ્રાફિક નિયમન તોડવામાં અન્ય રાજ્યના શહેરો કરતા સૌથી મોખરે છે.સુરતીઓ સામાન્ય રૂપિયા નું હેલ્મેટ કે પી.યુ.સી નથી વસાવતા અને ટ્રાફિક નિયમન તોડી કરોડો રૂપિયા નો દંડ ભરી રહ્યાં છે. તે સુરત શહેર માટે ખૂબ જ શરમ જનક બાબત સામે આવી છે.

સુરતીઓએ ફક્ત એક જ સપ્તાહમાં આશરે બે કરોડ જેટલો દંડ ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ સુરત પોલીસને ચૂકવ્યા છે. જેને લઇ સુરતીઓના ખિસ્સાઓ પણ ખંખેરાય રહ્યા છે.જો સુરતીઓ ટ્રાફિક ના નિયમોનું પાલન નહીં કરે તો આગામી દિવસોમાં વધુ દંડ ભરવાની અને પોલિસ કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવી શકે તેમ છે.

READ ALSO

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!