GSTV
Home » News » સુરત: એક કરોડના આ ઘોડાને જોઈને કહેશો કે ઘોડા તો બહુ જોયા પણ આના જેવો નઈ હો….

સુરત: એક કરોડના આ ઘોડાને જોઈને કહેશો કે ઘોડા તો બહુ જોયા પણ આના જેવો નઈ હો….

શું આપે ક્યારેય 1 કરોડની કિંમતનો ઘોડો જોયો છે? આ ઘોડો અહીંનો નહીં પરંતુ ઠંડા પ્રદેશ ગણાતા હોલેન્ડનો છે. જે સુરતના ભાઠામાં આયોજીત કરાયેલા અશ્વ શોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. ટાઇગર જેના નામમાં જ ભવ્યતા જણાઇ આવે છે. જ્યારે આપ ટાઇગરની બાજુમાં ઉભા રહો ત્યારે આ ટાઇગરનો જુસ્સો અને તેનો રૂઆબ આપની આંખોને સ્થિર કરી દે તેવો છે. સુરતના ભાઠાના ભાટપોર સાર્વજનિક અશ્વ શોમાં મૂળ હોલેન્ડનો જીપ્સી પ્રજાતિનો આ અશ્વ આખાયે અશ્વ શોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.

હોલેન્ડ જેવા ઠંડા પ્રદેશનો આ અશ્વ જેને નામ અપાયું છે ટાઇગર. ત્યારે ટાઇગરની સારસંભાળ પણ વિશેષ રીતે રાખવામાં આવે છે. ટાઇગર માટે સવાર સાંજનો જવ, ચણાનો ખાસ ટાયેટ નક્કી કરાયેલો છે. તો તેના તબેલામાં પણ તેને ગરમી ન થાય તે માટે પંખા અને કૂલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ટાઇગરને મનોરંજન મળી રહે તે માટે વિશેષ સંગીત પણ વગાડવામાં આવે છે.

આ અશ્વ શોમાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 150થી વધુ અશ્વો ભાગ લઇ રહ્યા છે. આ અશ્વ શોમાં અશ્વ પ્રેમીઓ ઉમટી પડે છે. જેમાં આપણા અશ્વોને નિહાળતા નિહાળતા જ્યારે કોઇની નજર ટાઇગર પર પડે છે. ટાઇગરની વિશેષ રૂવાટી પર પડે છે ત્યારે સૌ કોઇ બોલી ઉઠે છે કે ભાઇ ઘોડો હોય તો આવો. કારણકે ટાઇગરની વાત જ કંઇક ઔર છે.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં શુટિંગ કરી રહ્યાં હતા પંકજ-કૃતિ, પોલીસે આ કારણે લગાવી રોક

Kaushik Bavishi

પી.ચિદમ્બરમની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી, હજુ પણ રહેવું પડશે જેલમાં

Bansari

જોશમાંને જોશમાં પેરાગ્લાઈડિંગ કરવા તૈયાર તો થઈ ગયો, પછી જે આબરૂના કાંકરા થયા છે કે… Video જોઈ હસવું નહીં રોકાય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!