GSTV
Home » News » 5 વર્ષમાં અડવાણી માત્ર 365 શબ્દો બોલ્યા, મોદી આવ્યા પછી શબ્દોમાં 99 ટકાનો ઘટાડો

5 વર્ષમાં અડવાણી માત્ર 365 શબ્દો બોલ્યા, મોદી આવ્યા પછી શબ્દોમાં 99 ટકાનો ઘટાડો

advani gandhinagar

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ક્યારેક સંસદમાં પ્રખર વક્ત ગણાતા હતા. પરંતુ હવે સંસદમાં લાલકૃષ્ણ અડવાણીનું સંબોધન હવે બિલકુલ ઓછુ થયુ છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં લાલકૃષ્ણ અડવાણી માત્ર 365 શબ્દ જ બોલી ચુક્યા છે. 15મી લોકસભાની તુલનામાં 16મી લોકસભામાં અડવાણીના બોલવાના શબ્દોમાં 99 ટકાનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા 10 વર્ષમાં લાલકૃષ્ણ અડવાણીની દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. વેબસાઈટ પર સાંસદોના કામકાજની વિગતો હોય છે. તેના આધારે સ્પષ્ટ થાય છે કે, તેઓ 15મી લોકસભા ચૂંટણી દરમિયાન 42 વખત ચર્ચાઓ અને અન્ય કાર્યવાહીઓમાં ભાગ લીધો. તેમજ 35 હજારથી વધુ શબ્દો બોલ્યા.

જોકે, 16મી લોકસભામાં તેઓ ભલે 365 શબ્દો બોલ્યા હોય. પરંતુ મોદી સરકારના કાર્યકાળમાં સંસદમાં તેઓ સતત ઉપસ્થિત જોવા મળ્યા. સંસદમાં કામકાજના દિવસોમાં તેઓની ઉપસ્થિતિ 92 ટકા જોવા મળી. જે અન્ય સાંસદો કરતા શ્રેષ્ઠ છે.

READ ALSO

Related posts

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!