GSTV
Home » News » શ્રીનગરમાં ચૂંટણીનો બહિષ્કાર, 90 ટકા બૂથ પર કોઇ મત આપવા જ ન આવ્યું

શ્રીનગરમાં ચૂંટણીનો બહિષ્કાર, 90 ટકા બૂથ પર કોઇ મત આપવા જ ન આવ્યું

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું માત્ર ૧૫ ટકા જ મતદાન યોજાયું હતું. અહીં ૯૦ બુથ એવા હતા કે જ્યા કોઇએ મત જ નહોતો આપ્યો. 

આ એક લોકસભાની બેઠકમાં આઠ વિધાનસભાની બેઠકો આવેલી છે જેમાંથી સાત બેઠકો એવી હતી કે જ્યાં સિંગલ અંકમાં જ મતદાન થયું હતું, કોઇ જગ્યાએ બે તો કોઇ જગ્યાએ ૧૦ની નીચે રહ્યું હતું. અહીંની સોનવાર વિધાનસભા બેઠક પર પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ મતદાન કર્યું હતું. 

બીજી તરફ કાશ્મીરમા ગેંડરબાલ જિલ્લામાં આવેલા નૂનેર ગામમાં સ્થાનિકો મતદાનથી દુર રહ્યા હતા. અહીં એક સ્થાનિક આતંકી સૈન્ય કાર્યવાહીમાં ઠાર મરાયો હતો. સૈન્યની આ કાર્યવાહીના વિરોધમાં લોકોએ મત આપવાનું ટાળ્યું હતું. આખા ગામે મતદાનનો સામુહિક રીતે બહિષ્કાર કર્યો હતો. ગત છ એપ્રીલના રોજ અહીંનો સ્થાનિક આતંકી રાબિલ રાશીદ શેખ સૈન્ય કાર્યવાહીમા ઠાર મરાયો હતો. જે બાદ અહીં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા અને હવે તેની અસર ચૂંટણી પર પણ જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણી પ્રભારીઓ સાથે શાહ-નડ્ડાની બેઠક, જવાબદારીઓ સોંપી

Mansi Patel

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi

ગૃહ મંત્રી અમિત શાહ પહેલી સપ્ટેમ્બરે આવશે ગુજરાત, આ કોલેજનું કરશે લોકાર્પણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!