GSTV
News World ટોપ સ્ટોરી

દક્ષિણ કોરિયામાં પરમાણુ પાવર પ્લાન્ટ પાસે ભીષણ આગ, પ્લાન્ટ સુધી આગ પહોંચતી અટકાવવા પ્રયાસો હાથ ધરાયા

4 માર્ચના રોજ દક્ષિણ કોરિયાના પૂર્વીય દરિયાકાંઠે ફેલાયેલી જંગલની આગને કારણે અસ્થાયી ધોરણે પરમાણુ પાવર પ્લાન્ટ થી ખતરો રહેવાથી શુક્રવારે હજારો લોકો તેમના ઘરો છોડીને ભાગી ગયા હતા. આ વાતની જાણકારી એક અધિકારીએ જણાવી હતી. સાંજ સુધીમાં લગભગ 1,000 અગ્નિશામકોએ જોરદાર પવનો વચ્ચે આગને ઓલવવા માટે કામ કર્યું હતું, જે આગને સામચિયોક શહેર નજીકના લિક્વિફાઇડ નેચરલ ગેસ સ્ટેશન સુધી પહોંચતી અટકાવવા પર કામગીરી કરવામાં આવી હતી.

નેશનલ ફાયર એજન્સી અને કોરિયા ફોરેસ્ટ સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર નજીકના ઉલજિન કાઉન્ટીના પર્વતીય વિસ્તારમાં શુક્રવારે સવારે આગ શરૂ થઈ હતી અને ઓછામાં ઓછા 22 મકાનો અને નવ અન્ય માળખાને નુકસાન થયું હતું. નેશનલ ફાયર એજન્સીના અધિકારી લી જે-હૂને જણાવ્યું હતું કે આગ ફેલાઈ જતાં લગભગ 4,000 લોકોએ તેમના ઘર છોડી દીધા હતા પરંતુ શુક્રવાર સાંજ સુધીમાં 161 લોકો પાછા ફર્યા હતા.

અન્ય એજન્સીના અધિકારી કાંગ ડે-હૂને જણાવ્યું હતું કે આગ દરિયા કિનારે આવેલા પરમાણુ પાવર પ્લાન્ટની આસપાસ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ઓપરેટરને કામગીરીમાં 50 ટકા ઘટાડો કરવાની ફરજ પડી હતી. પ્લાન્ટમાં સેંકડો ફાયર ફાઇટર તૈનાત કરવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

READ ALSO:

Related posts

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda

દુનિયામાં ફરીથી આવી શકે છે મંદીઃ અર્થશાસ્ત્રી નોરીએલ રૂબિનીએ કરી આગાહી

Hemal Vegda
GSTV