GSTV

સોનભદ્રમાં 3000 ટન સોનું મળવાથી બેઘર થઈ જશે આટલા પરિવાર

Last Updated on February 23, 2020 by Arohi

ઉત્તર પ્રદેશમાં સોનભદ્ર જિલ્લાના જે બે પહાડોમાં લગભગ ત્રણ હજાર ટનથી વધુ સોનું મળવાની પુષ્ટિ થઈ છે તે પહાડીઓની આજુ બાજુ ચારસોથી વધુ આદિવાસી પરિવારોને બે ઘર થવાના ડરનો સતાવી રહ્યો છે. જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ સોનભદ્ર જિલ્લામાં સદર તહસીલ ક્ષેત્રની સોન પહાડી અને હરદી પહાડીમાં ત્રણ હજાર ટનથી વધુ સોનું હોવાની પુષ્ટિ કરી છે. ત્યાર બાદ ત્યાં ઈ ટેડરિંગની સરકારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

અઢીસો પરિવાર થશે બેઘર

આ ખાણોમાંથી નિકળેલ સોનાના કારણે ભલે દેશ-દુનિયામાં સોનભદ્રનું નામ સૌથી ઉપર આવી જાય, પરંતુ તેનો બીજો પહેલું એ છે કે સોન પહાડીમાં ખનનથી પનારી ગામ પંચાયતના અઢીસો પરિવાર અને હરદી પહાડીમાં ખનનથી હરદી, પિંડરા દોહર અને પિપરહવા ગામના બસો આદિવાસી પરિવાર બેઘર થશે.

સોનભદ્ર આદિવાસી વિસ્તાર છે અને અલ્પભુમિના માલિક બેગા અને ગોંડ જાતિના આદિવાસી કૃષિ અને જંગલી જાનવરોના શિકાર દ્વારા પોતાના પરિવારનો ગુજારો કરે છે. જો તેમને બેઘર થવું પડ્યું તો એ નક્કી છે કે તેમને ઝુપડી ઉપરાંત પોતાની વીઘા-બે વીઘા જમીન પણ છોડવી પડશે. જોકે રાજ્ય સરકારની તરફથી પ્રશાસન અમુક રકમ જરૂર આપશે.

આ ગામોમાં રહે છે મોટાભાગે આદિવાસીઓ

ગ્રામ પંચાયત પંડરક્ષના પૂર્વ ગ્રામ પ્રધાન અને વનવાસી સેવા આશ્રમ સાથે જોડાયેલા પર્યાવરણ કાર્યકર્તા રામેશ્વર ગોંડ જણાવે છે, ‘પંડરક્ષ ગામ પંચાયત ક્ષેત્રમાં હરદી, પિંડરા દોહર અને પિપરહવા ગાંમ આવે છે. જ્યાં મોટાભાગે બેગા અને ગોંડ આદિવાસી સમુદાયના લોકો રહે છે. આ ગામ હરદી પહાડીના ત્રણ તરફ વસેલા છે. આ વિસ્તારોમાંથી હવે નિશ્ચિત રીતે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવશે.’

ગોંડ જણાવે છે કે આદિવાસી પોતાના વીઘા-બે વીઘા કૃષિ ભૂમિ અને જંગલી જાનવરોની ચોરી છુપે શિકાર કરી પોતાના પરિવારનું જીવનયાપન કરતા આવ્યા છે. વિસ્થાપનથી તેમની સામે રોજી-રોટીનું સંકટ ઉભુ થશે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું, ‘સરકાર નક્કી કરેલી રકમ આપશે જેનાથી ફરી વખત કૃષિ ભુમિ ખરદવી મુશ્કેલ છે. સારૂ એ રહેશે કે સરકાર ભુમિના બદલે ભૂમિ અને ઘરની બદલે ઘર આપે.’ રામેશ્વર ગોંડએ જણાવ્યા અનુસાર, ‘સોન પહાડીમાં ખનન થવાથી પનારી ગામ પંચાયતના અઢીસો પરિવાર અને હરદી પહાડીમાં ખનન થવાથી પંડરક્ષ ગામ પંચાયતના લગભગ બસોથી વધુ પરિવાર બેઘર થશે.’

Read Also

Related posts

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!