GSTV
Home » News » સોનમના લગ્નમાં જાહ્નવી શ્રીદેવીના આ ગીત પર કરશે ડાંસ

સોનમના લગ્નમાં જાહ્નવી શ્રીદેવીના આ ગીત પર કરશે ડાંસ

સોનમ કપૂર પ્રેમી આનંદ આહુજા સાથે ૮મી મેના લગ્ન કરી રહી છે. આ લગ્નની તૈયારી મુંબઇમાં જોરશોરથી ચાલી રહી છે. સ્વર્ગીય શ્રીદેવીની પુત્રી જાહ્નવી મોટી બહેનના લગ્નમાં માતા શ્રીદેવીના ગીત પર ડાન્સ કરવાની છે. તે મોટી બહેનના લગ્નમાં કોઇ કસર છોડવા માંગતી નથી.

સૂત્રની વાત સાચી માનીએ તો જાહ્નવી ‘ મેરે હાથોમેં નવ નવ ચૂડિયા અને કિસીકે હાથ ન આયેગી યે લડકી ગીત પર સંગીત સેરેમનીમાં થિરકતી જોવા મળશે. જાહ્નવીનું આ ગીતનું રિહર્સલ જેણે પણ જોયું છે તેણે જાહ્નવીની ડાન્સ સ્કિલના મોંફાટ વખાણ કર્યા છે. જાહ્નવી મોટી બહેનના લગ્નને સંપૂર્ણ રીતે માણવા અને બહેનને રાજી કરવાના પૂરતા પ્રયાસ કરી રહી છે.

જ્યારે અર્જુન કપૂર અને રણવીર સિંહ અનિલ કપૂરના ગીત ‘માય નેમ ઇઝ લખન પર ડાન્સ કરશે. સોનમના લગ્નમાં જાહ્નવી ઉપરાંત કરણ જોહર, રણબીર કપૂર, અર્જુન કપૂર ઉપરાંત અન્યો પણ  સંગીત સેરેમનીનો હિસ્સો બનવાના છે. જોકે તેઓ ક્યા ગીત પર ડાન્સ કરશે તે જાણવા મળ્યું નથી.

Related posts

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur

આ ખેલાડીને ક્રિકેટનો દબંગ માને છે સલમાન ખાન, ફિલ્મના પ્રમોશન પર કર્યો ખુલાસો

Nilesh Jethva

નાગરિકતા કાનૂન વિરોધમાં ઉતર્યા આ દિગ્ગજ ફિલ્મ નિર્માતા, નિવેદન આપ્યું કે દેશ તમામ લોકો નો…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!