GSTV
Rajkot Trending ગુજરાત

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

મન્કીપોક્સ

વિશ્વમાં હજુ કોરોના વાયરસ ગયો નથી બલ્કે ભારત સહિત કેટલાક દેશોમાં વધી રહ્યો છે ત્યારે હવે મન્કીપોક્સ નામના વાયરસે આફ્રિકન દેશો, કોંગો,નાઈજીરીયા ઉપરાંત યુ.કે., યુ.એસ.એ., ફ્રાન્સ, જર્મની, ઈટાલી સહિત દેશોમાં માત્ર છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને ૩૨૦૦ કન્ફર્મ કેસો નોંધાયાનું આજે વિશ્વ આરોગ્ય સંસ્થાની આ અંગે ઈમરજન્સી કમિટિની મીટીંગ અન્વયે ડાયરેક્ટર જનરલે જાહેર કર્યું છે.

મન્કીપોક્સ

હૂએ જણાવ્યું કે માણસોથી માણસોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે,ઈમ્યુનિટી કોઈ પણ કારણે ઓછી થઈ હોય તેમને આ ચેપનું જોખમ વધારે છે, હેલ્થ વર્કર માટે પણ કેટલુક જોખમ રહે છે. અને ઓછા સર્વેલન્સના કારણે હજુ તેની પૂરી માહિતી બહાર નહીં આવવાનો સંભવ છે. આ વર્ષમાં મધ્ય આફ્રિકામાં અંદાજે ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત નીપજ્યા છે. આ પૈકી અમુક કેસો કન્ફર્મ થયા છે. વધુમાં આ કેસમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ, લેબ.ટેસ્ટીંગ, જીનોમ સિક્વન્સીંગ અને ઈન્ફેક્શન પ્રસરતુ અટકે તેના પર પર ભાર મુકાયો છે.

મન્કીપોક્સ

જિલ્લા આરોગ્ય તંત્ર અનુસાર ગુજરાતના આરોગ્ય વિભાગે, કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયની દ્વારા આ રોગ અંગેની માર્ગદર્શિકા જારી કરેલ છે, જે મૂજબ તાવ, માથુ તથા શરીરમાં દુખાવો, નબળાઈ અને ખાસ કરીને લિમ્ફનોડ સોજી ગયા હોય અને સાથે ઉપરોક્ત દેશો કે જ્યાં મન્કીપોક્સ નોંધાયા છે ત્યાં ટ્રાવેલસ હિસ્ટ્રી હોય તેને શંકાસ્પદ કેસ તરીકે ગણીને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે. મન્કીપોક્સનો ચેપ લાગ્યા પછી ૫થી ૨૧ દિવસ સુધીમાં લક્ષણો દેખાવા લાગે છે.આવા દર્દીને આઈસોલેટ કરીને સારવારની વ્યવસ્થા કરવા, તેના સંપર્કો શોધવા, હેલ્થ વર્કરની સુરક્ષા માટે સૂચનો જારી કરાયા છે. જો કે હજુ ગુજરાતમાં આવા કોઈ શંકાસ્પદ કેસ કે તેનું સર્વેક્ષણ શરુ થયું નથી.

Read Also

Related posts

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Drashti Joshi

સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ

Hina Vaja

રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય

Drashti Joshi
GSTV