GSTV

સિમલામાં સોનિયા ગાંધીની તબિયત લથડી : સ્પેશ્યલ વિમાનમાં દિલ્હી લવાયા

Last Updated on March 23, 2018 by Arohi

પોતાની અંગત મુલાકાતે સિમલા પહોંચેલા યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીની તબિયત બગડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. સિમલામાં સોનિયા ગાંધી સાથે તેમના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. ગુરુવાર મોડી રાત્રે સોનિયા ગાંધીની તબિયત ખરાબ થઈ હતી. તપાસ માટે અડધી રાત્રે પ્રિયંકાની સાથે સોનિયા ગાંધી ચંદીગઢ પહોંચ્યા હતા.

ચંદીગઢના એક હોટલમાં તેઓ ઉતર્યા હતા. સવારે સાડા આઠ વાગ્યે એક ફ્લાઈટથી તેઓ દિલ્હી પાછા ફર્યા હતા. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ સોનિયા ગાંધીને ગુરુવારે રાત્રે ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ પ્રિયંકા ગાંધી વાડ્રાને સોનિયા ગાંધીને દિલ્હી લઈ જવાની સલાહ આપી હતી. કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યુ છે કે સિમલાની મુલાકાતે ગયેલા સોનિયા ગાંધીની દેખરેખ માટે અહીંની આઈજીએમએસ હોસ્પિટલના વરિષ્ઠ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રમેશચંદ્રને તેનાત કરવામાં આવ્યા હતા.

ગુરુવારે તેમની તબિયત લથડતા એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરંતુ સોનિયા ગાંધીએ એમ્બ્યુલન્સના સ્થાને પ્રાઈવેટ વાહનથી પ્રિયંકા ગાંધીની સાથે ચંદીગઢ પહોંચ્યા હતા. તે વખથે પીજીઆઈની ઈમરજન્સી વિંગના તબીબો એલર્ટ પર હતા. જણાવવામાં આવે છે કે હવે સોનિયા ગાંધીની તબિયત સારી છે. ડૉ. ચંદે કહ્યુ છે કે સડકના માર્ગે સિમલાથી ચંદીગઢ જતી વખતે તેઓ પંચકુલા રોડ ખાતે થોડો સમય રોકાયા હતા. સોનિયા ગાંધી માટે ત્યાં સુધીમાં એક સ્પેશયલ ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી અને તેના દ્વારા તેઓ દિલ્હી પાછા ફર્યા હતા.

તબીબોનું કહેવું હતું કે સોનિયા ગાંધીની તબિયત સિમલાના ઓછા તાપમાનને કારણે બગડી હતી. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી બુધવારે સિમલા પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે સોનિયા ગાંધી સિમલા ખાતે પુત્રી પ્રિયંકા ગાંધી દ્વારા બનાવાઈ રહેલા નિર્માણાધિન કોટેજને જોવા માટે ગયા હતા.

Related posts

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

Aryan Khan Bail: આ છે વકીલોની એ ટીમ જેમણે આર્યનને ધરપકડના 25 દિવસ પછી અપાવ્યા જામીન

pratik shah

રસઝરતો સ્વાદ… શું આપ મીઠાઇના નામે ઝેર તો નથી ખાઇ રહ્યા ને ? મધમીઠી મીઠાઇ ભારે પડશે !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!