એટીએસના અધિકારીઓએ અગાઉ લીંમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આરોપી પાસેથી ચાર હથિયારો જપ્ત કર્યા બાદ સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી ૨૮ લોકોની ધરપકડ કરીને ૬૦ જેટલા હથિયારો જપ્ત કર્યા હતા. બાદમાં આરોપી દેવેન્દ્રસિંહની પુછપરછમાં તેણે આપેલી માહિતીને આધારે એટીએસની ટીમ દ્વારા બોટાદ, થાનગઢ, સાયલા અને જસદણમાંથી વધુ નવ લોકોને ઝડપીને ૧૮ ેેગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા હતા.

ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગત ૩જી મે ના રોજ ગીતા મંદિર એસ ટી બસ સ્ટેશન ખાતેથી દેવેન્દ્રસિંહ અને તેના સાગરિત ચાંપરાજ ખાચર નામના વ્યક્તિને ઝડપીને ચાર હથિયારો જપ્ત કર્યા હતા.જેમાં તેમની પુછપરછમાં તેમણે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લાના અનેક લોકોને હથિયારોનું વેચાણ કર્યાની કબુલાત કરી હતી. જેમાં ૨૮ લોકોની ધરપકડ કરીને ૬૦ હથિયારો અને ૧૮ કારતુસ જપ્ત કરી હતી. જો કે આરોપીઆએ વધુ લોકોને હથિયારોનું વેચાણ કર્યાની આશંકાને આધારે વધુ પુછપરછ કરવામાં આવી હતી. જેના આધારે એટીએસ દ્વારા વધુ નવ લોકોની ધરપકડ કરીને ૧૮ હથિયારો જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સિધ્ધાર્થ ચાવડા (રહે.આનંદ બંગ્લોઝ, પાળિયાદ, બોટાદ), મહેન્દ્ર ખાચર (રહે.અજય બંગ્લોઝ, થાનગઢ), કિશોર ધાંધલ (રહે.વિવેકાનંદ સોસાયટી, બોટાદ), મહાવીર ધાંધલ (રહે.બ્રાહ્મણ સોસાયટી, બોટાદ), જયરાજ ખાચર (રહે. સાળંગપુર, બોટાદ), રણવીરસિંહ ઝીલુભા (રહે.રવિનગર, થાનગઢ) અને વિપુલ ગાડલીયા (રહે.સુદામડા, સાયલા)નો સમાવેશ થાય છે. એટીએસના અધિકારીઓને આશંકા છે કે ગેરકાયદેસર હથિયાર વેચાણના કેસમાં વધુ આરોપીઓના નામ બહાર આવી શકે તેમ છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત