GSTV

પ્રેમીએ પ્રેમિકા સાથેની અંગતપળોનો વીડિયો અને ફોટા યુવતીના ભાઇને મોકલતાં ખળભળાટ

રાજકોટ પોલીસના ચોપડે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. લગ્નની લાલચ આપી વધુ એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે. મયુર નામના પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોનો વીડિયો અને ફોટા યુવતીના ભાઇને મોકલતાં સમગ્ર મામલાનો પાસ થવા પામ્યો છે. ત્યારે પોલીસે દુષ્કર્મ અને બ્લેકમેલ કરનાર આરોપીની ધરપકડ કરી છે.

  • રાજકોટ પોલીસના ચોપડે વધુ એક નોંધ થાય દુષ્કર્મની ફરિયાદ
  • લગ્નની લાલચ આપી યુવતી સાથે પ્રેમીએ આચર્યુ દુષ્કર્મ.
  • મયુર નામના પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોનો ઉતાર્યો હતો વીડિયો
  • અંગત પળોનો વિડીયો ઉતાર્યા બાદ પ્રેમિકાને કરતો હતો બ્લેકમેઈલ
  • સમગ્ર મામલે પોલીસે આરોપી મયૂરની કરી ધરપકડ

આપ જે વ્યક્તિને જોઇ રહ્યા છો આ વ્યક્તિનું નામ છે મયુર ગોરધનભાઈ ધાવરી. ચહેરો જોતાં ભલે આ વ્યક્તિ માસુમ લાગતો હોય. પરંતુ આ વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેક મેઇલિંગ તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આજથી છ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં મયુર તેના સમાજની જ એક યુવતીને મળ્યો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. આજ પ્રેમ સંબંધમાં મયુરે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. મયુરે શારીરિક સંબંધ સમયે યુવતી સાથેની અંગત પળોનો વીડિયો પણ બનાવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી યુવતી મયુર ને કહેતી હતી કે ચાલ હવે આપણે લગ્ન કરી લઈએ. જો કે મયુરે યુવતીને લગ્ન કરવાની ના પાડી હતી. તો સાથે જ ધમકી આપી હતી કે તે જ્યારે કેસે ત્યારે યુવતીએ શારીરિક સંબંધ બાંધવા દેવો પડશે, નહીતર તે અંગત પળોના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે. જોકે ગત અઠવાડિયે યુવતીએ મયુર ને મળવાની ના પાડતાં મયુર એ યુવતી સાથેના અંગત પળોના વિડીયો યુવતીના ભાઇને મોકલી આપતાં સમગ્ર મામલા નો પર્દાફાશ થયો હતો. જે બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana

યુએઈમાં ત્રણ ભારતીય ડ્રાઈવરો નું નસીબ ચમક્યું, કરોડો રૂપિયાની લાગી લોટરી !

pratik shah

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!