રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી એક જ દિવસમાં થયા….. દર્દીના મોત

રાજ્યમાં સ્વાઈન ફ્લૂ દિવસેને દિવસે વકરી રહ્યો છે.  સ્વાઈન ફ્લૂથી 3 દર્દીના મોત થયાં છે. રાજકોટની 44 વર્ષની મહિલા દર્દીનું મોત થયું છે. જામનગરની મહિલા રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આ સાથે રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધીમાં 27 દર્દીઓનાં મોત થયાં છે. જ્યારે 14થી વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો મોડી સાંજે રાજકોટમાં વધુ 2 દર્દીઓના સ્વાઇન ફલૂના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.

આમ સિઝનમાં રાજકોટ ખાતે સ્વાઇન ફલૂના કુલ 115 કેસ નોંધાયા છે. તો બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામે એક મહિલાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ મહિલા સગર્ભા હતી. તેના મોતને લઈને ગામમાં ફફડાટ છે. સ્થાનિકોએ સ્વાઈન ફ્લૂથી બચવા વિશેષ પ્રકારે તૈયાર કરેલા ઉકાળા પીવાની શરૂઆત કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter