GSTV
Home » News » એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાને જીવતી સળગાવી, બાદમાં પોતે પણ સળગ્યો

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાને જીવતી સળગાવી, બાદમાં પોતે પણ સળગ્યો

રાજકોટમાં એરપોર્ટ રોડ ચંદ્રેશનગર સોસાયટીમાં ચેતન પલાણ નામના શખ્શે એક સગર્ભા પરિણિતાને જીવતી સળગાવવી છે અને બાદમાં પોતે પણ સળગીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં બંને સિવિલ હોસ્પટલમાં સારવાર હેઠળ છે. ચેતન પલાણ પોતાના જ સાળાની પત્ની એકતાના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. આ ઘટનાને પગલે પરિણિતાના પતિએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચેતન પલાણ સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

એકતા તેના સાસરે શાક લઈ રહી હતી ત્યારે ચેતને એકતા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. અને ત્યારે સળગતી હાલતમાં ચેતને પણ બાથ ભીડતાં તે પણ દાઝ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક આગ બુઝાવીને બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. છેલ્લા એકાદ વર્ષથી ચેતન તેના સાળાની પત્ની એકતાના એક તરફી પ્રેમમાં પડ્યો હતો. આ બાબતે અગાઉ તેને ઠપકો પણ મળ્યો હતો.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!