GSTV
Home » News » દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત, રાજસ્થાનમાં પારો 50 ડિગ્રી પહોંચતા લોકો ત્રાહિમામ

દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત, રાજસ્થાનમાં પારો 50 ડિગ્રી પહોંચતા લોકો ત્રાહિમામ

દેશના ઉત્તર- પશ્ચિમ અને મધ્ય ભાગમાં ગરમીનો આકરો પ્રકોપ યથાવત છે. રાજસ્થાનના ચુરુમાં સતત ત્રીજા દિવસે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકો માટે એડવાઇઝરી બહાર પાડી છે. મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે આજે પણ દેશમાં ગરમ હવા અને લૂ ફૂંકાશે. જેથી લોકોએ ઘરની બહાર કામ વગર નીકળવું નહીં. અને જો લોકો ઘરની બહાર નીકળે તો છાયાવાળા સ્થળોએ ઉભા રહે. લૂના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક નિર્દેશ પણ જાહેર કર્યા છે.

પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ યુપી અને પૂર્વ મધ્યપ્રદેશમાં લૂ અને ગરમીનો પ્રકોપ વધારે છે. મંત્રાલયે કહ્યું છે કે લોકો વધુને વધુ પાણી અને પીણાઓનું સેવન કરે. આ ઉપરાંત હળવા રંગના સુતરાઉ કપડા પહેરે. તેમજ ઠંડા પાણીથી સ્નાન કરે. દેશમાં ઘણા સ્થળોએ પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.

READ ALSO

Related posts

ટ્રમ્પનું હિન્દીમાં Tweet : ‘हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते….’

Mayur

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

ટ્રમ્પ અને મોદી જ્યાં મુલાકાત લેવાના છે ત્યાંના ફ્લેટવાસીઓને બારી ય નહી ખોલવા દેવાનો આદેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!