રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના કારણે સુરતના ટેક્સટાઈલ વેપારીઓ માટે સર્જાઈ છે આવી મુશ્કેલી

ગુર્જર આંદોલનની અસર સુરતના ટેક્સટાઈલ વેપારી અને ટ્રાન્સપોર્ટેશનને થઇ છે. હાલમાં રાજસ્થાનમાંથી પસાર થતા અન્ય હાઈવે માર્ગો પરથી જતા માલના ઓર્ડર લેવાનું બંધ કરાયુ છે. જેના આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રાજસ્થાનમાં ચાલતા ગુર્જર આંદોલનનો ડર છે કેમકે હાઈવે પર ચક્કાજામ સાથે તોડફોડની ભીતિ છે. જેથી સુરતના વેપારીઓને માલ અને વેપારની ચિંતા છે. હાલમાં વેપારીઓએ રાજસ્થાનથી પસાર થતા હાઇવે પરના અન્ય રાજ્યોના બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે. હાલમાં લીધેલા ઓર્ડરના માલના ટ્રકોના પૈડાં થંભી ગયા છે.

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં કપડાંના પાર્સલ હોલ્ડ પર મુકી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના આંદોલનથી આવનાર તહેવાર અખાત્રીજની તેજી પર સીધી અસર પડી રહી છે. ત્યારે આગ્રા હાઇવેને બંધ કરવાની ચીમકીથી યુપીના માર્કેટમાં પણ મોટી નુકશાનીની અસર વર્તાઈ છે. સાથે જ દિલ્હી અને હરિયાણાના વેપાર પર મોટી અસર પડી છે. પહેલા જીએસટી ત્યારબાદ હવે ગુર્જર આંદોલને સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ઝટકો આપ્યો છે. જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ વિકટ સ્થિતીમાં મુકાયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter