GSTV
Home » News » અજાણી યુવતીને કારમાં લીફ્ટ આપવી વેપારીને પડી ભારે, ફસાયો હનીટ્રેપની જાળમાં

અજાણી યુવતીને કારમાં લીફ્ટ આપવી વેપારીને પડી ભારે, ફસાયો હનીટ્રેપની જાળમાં

રાધનપુરમાં બનેલા હનીટ્રેપનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. વેપારીએ પોલીસનો સંપર્ક કરી છટકું ગોઠવી મહિલા અને તેના પતિ સહિત 2 યુવકોને ઝડપી પાડયા હતા. રાધનપુરના એક વેપારીને એક મહિલા અને 3 યુવકોએ હની ટ્રેપમા ફસાવી રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જો કે બાદમા 4 લાખ આપવાનું નક્કી થયું હતુ. આરોપીઓની વારંવારની ઉઘરાણીથી કંટાળી વેપારીએ પોલીસનો કોન્ટેકટ કર્યો હતો.

જો કે પોલીસે આરોપીઓને ઝડપી લેતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. વેપારી 2 દિવસ અગાઉ પોતાની કાર લઈને હારીજ રોડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક મહિલાએ લિફ્ટ માંગી હતી. જો કે થોડે આગળ જતાં અન્ય કારમાં આવેલા 3 યુવકોએ છરી બતાવી મહિલા સાથે વેપારીનો આપતી જનક વીડિયો બનાવ્યો હતો. અને વેપારી પાસેથી રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જો કે ત્યારબાદ 4 લાખમાં ડીલ પાકી થતા વેપારીને છોડી મુકાયો હતો.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!