પુલવામામાં આતંકી હુમલાની અસર ગુજરાતમાં, આ મંદિરની સુરક્ષા વધારાઈ

પુલવામા ખાતેના આતંકી હુમલાને લઈને દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકા-જામનગર તરફ આવતા વાહનોનું ખોડિયાર ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. તો દ્વારકાધીના મંદિરની આસપાસ પણ સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન કરી દેવામાં આવી છે. મંદિર સુરક્ષા માટે 40 એસઆરપી, 40 હોમગાર્ડ જવાનો,20 મહિલા અને પુરૂષ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દ્વારાકધીશ નગરીમાં કી અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ છે. તો દ્વારકાના દરિયાકાંઠા પર મરીન પોલીસ તેમજ કોસ્ટગાર્ડ મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter